Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૧૪ માં ભાજપનો પ્રચાર પણ કર્યો હતોઃ
ભોપાલ તા. ૧૦ઃ ચંબલના કુખ્યાત ભૂતપૂર્વ ડાકુ મલખાનસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કહ્યું છે કે, પહેલા અન્યાયની સામે બંદુક ઊઠાવી હતી અને હવે અત્યાચારો સામે મલખાનસિંહે ચંબલના બીહડમાં ૧૦ વર્ષથી વધુ સમય સુધી પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું હતું, અને વર્ષ ર૦૧૪ માં ભાજપનો પ્રચાર પણ કર્યો હતો.
મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં યોજાવાની છે, ત્યારે આજે મધ્યપ્રદેશમાં ભૂતપૂર્વ ડાકુ મલખાનસિંહ પોતાના ટેકેદારોની સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસમાં જોડાયા હતાં. કોંગ્રેસમાં જોડાયા પછી મલખાનસિંહે કહ્યું હતું કે, પહેલા અન્યાયની સામે બંદુક ઊઠાવી હતી અને હવે અત્યાચારો સામે લડવા આજે ભૂતપૂર્વ ડાકુ મલખાનસિંહ કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ આ પહેલા તેઓ ભાજપમાં પણ રહી ચૂક્યા છે.
ર૦૧૪ માં મલખાનસિંહે ભાજપનો પ્રચાર કર્યો હતો અને તેમના દ્વારા પીએમ મોદીના ક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમને ભાજપ તરફથી ટિકિટ મળવાની અપેક્ષા હતી, પરંતુ એમ થયું નહોતું. ત્યારપછી ર૦૧૯ માં મલખાનસિંહ ભાજપ સાથે અંતર રાખવા લાગ્યા હતાં. ભાજપના શાસનમાં મહિલાઓ સામે અત્યાચાર અને અન્ય ગુનાહિત કેસ વધે છે. મોટી મોટી જાહેરાત કરવા છતાં જનતાને કંઈ મળતું નથી. તેથી કોંગ્રેસમાં જોડાયા છે. હવે તેઓ કમલનાથનો ફરી એક વખત પ્રચાર કરશે. એમ તેમણે જણાવ્યું હતું.
ચંબલના બીહડના જાણીતા મલખાનસિંહની જોરદાર ધાક હતી. એક જમાનામાં તેમને શોધવા માટે ત્રણ રાજ્યની પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતાં, પરંતુ પોલીસને હાથ લાગ્યા નહોતા. ચંબલના બીહડમાં ૧૦ વર્ષથી વધુ સમય સુધી પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું હતું. મલખાનસિંહનો જન્મ ભિંડના બિલાવ ગામમાં થયો હતો. બિલાવ ગામમાં મલખાનસિંહ ભલે ઓછું ભણેલા હતાં, પરંતુ ગુનાની દુનિયામાં તેમની સામે ટક્કર ઝીલી શકે એમ કોઈ નહોતું. તેમને લોકો ડાકુઓનો રાજા તરીકે પણ ઓળખે છે, તેની સામે ૯ર ગુના નોંધાયેલા છે, જ્યારે તત્કાલિન મુખ્યપ્રધાન અર્જુનસિંહની સમક્ષ સરેન્ડર કર્યું હતું.
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને તત્કાલિન મુખ્યપ્રધાન અર્જુનસિંહે મલખાનસિંહને આત્મસમર્પણ કરવા માટે ઘણાં પ્રયત્નો કર્યા હતાં. મલખાનસિંહે તેના સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યા પછી ૬ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવ્યા. આ પછી મલખાનસિંહને મુક્ત કરવામાં આવ્યો. તે સમયે મલખાનસિંહનો આતંક માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ ફેલાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial