Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાયવરો-રોજમદાર કામદારો બેકાર થઈ ગયા !
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયા પાલિકાની ડોર-ટુ-ડોર કચરા ઉપાડવાની યોજના 'તઘલખી' સાબિત થઈ છે અને વર્ષે ૧ કરોડ સ્વભંડોળમાંથી વેડફાયા છે.
ગુજરાતના અનેક શહેરોમાં કચરો ઉપાડવા માટે ડોર-ટુ-ડોર કચરા કલેકશન થાય છે. તેવી જ રીતે ખંભાળીયા પાલિકામાં પણ વર્ષોથી ડોર-ટુ-ડોર કચરા કલેકશન કરવામાં આવતું હતું ૧પ-૧૬ વાહનો કચરા માટેની ગાડીઓ તથા ટ્રેકટર દ્વારા કચરો ઉપાડવામાં આવતો હતો સવા દોઢ વર્ષ પહેલા આ કચરો જે પાલિકાના માણસો દ્વારા ઉપાડવામાં આવતો હતો તે કચરો એક ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો !!
સામાન્ય રીતે કંઈક આયોજન કરીને કે લોકો તથા પાલિકાને આર્થિક લાભ થાય તે માટે કામ થતું હોય છે પરંતુ આ ખાનગી કોન્ટ્રાકટરને ટનના ૧પ૦૦ રૃપિયા લેખે કચરો ઉપાડીને ડમ્પીંગ સાઈટ સુધી પહોંચાડવાનું સોંપાયું.
ખાનગી પેઢીને કચરો ઉપાડવાનું સોંપાતા ૧૪-૧પ વાહનોના ડ્રાયવરો કામ વગરના થઈ ગયા તથા દરેક ગાડીમાં બે-ત્રણ મજુરો રોજમદાર કામ કરતા હતા તે પણ કામ વગરના થઈ ગયા પણ કોઈને છુટા ના કરયા કે કોન્ટ્રાકટરના કામમાં ના લગાડાયા જેથી મહીને લાખો રૃપિયા પગારના પાલિકાના થતા થયા તો અગાઉ મહિને ડીઝલના ૩ાા થી ૪ લાખના બીલમાં કચરો ડોર-ટુ-ડોર ઉપડતો તે ખાનગી કોન્ટ્રાકટરનું બીલ મહિને ૧૦ લાખથી ૧૩ લાખ થવા લાગ્યું તે પણ પાલિકાના સ્વભંડોળમાંથી ચુકવાય છે. જેમાં નાગરિકો કરવેરા ભરે છે. તેમાંથી વર્ષે કરોડ ઉપરાંત રકમ ચાલી જાય છે!!
અગાઉ મહિને બે લાખ રૃપિયામાં કચરો ઉપડી જતો અને જે માણસો કામ કરતા તેમને છુટા તો કરાયા જ નથી જેથી તેમનો મહિને ૩-૪ લાખ રૃપિયા પગાર ચાલુ જ છે અને ઉપરથી કચરાના કોન્ટ્રાકટરને મહિને ૧૦ થી ૧ર લાખ ચુકવવાના થાય છે !!
આ કચરા કોન્ટ્રાકટરથી લાભ કોને થયો ? તે તો જીજ્ઞાસુ હોય તે જાણે એમ પાલિકા વર્તુળોમાં ચર્ચાય છે. તથા પાલિકાના સેનીટેશન ઈન્સ્પેકટર દ્વારા અનેક વખત આ કચરાના કોન્ટ્રાકટરની ગાડીઓમાં પથ્થર તથા કાટમાળ લઈને વજન વધારે કરતા હોવાની ફરિયાદો પણ કરાઈ છે ત્યારે ડોર-ટુ-ડોર કચરા કોન્ટ્રાકટ જે અગાઉ જાગૃત પત્રકારોએ ઉજાગર પણ કર્યો હતો તે ફરી ચર્ચાપાત્ર બન્યો છે. વર્ષે પાલિકાને એકાદ કરોડનું નુકસાન થતી આ વ્યવસ્થા કોના લાભ માટે છે ? તેવો પ્રશ્ન પણ જાગૃત શહેરીજનોમાં પુછાય રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial