Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતભરમાંથી ૪૮૦ ખેલાડીઓ ભાગ લેશેઃ
જામનગર તા. ૧૦ઃ જામનગર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ છઠ્ઠી સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન તારીખ ૧૧-૧૩ ઓગસ્ટ ર૦ર૩ દરમિયાન જે.એમ.સી. સ્પોર્ટ કોમ્પલેક્ષમાં કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યાથી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવનાર છે. આ વર્ષમાં કુલ સાત સ્ટેટ રેન્કીંગ ટુર્નામેન્ટ રાખવામાં આવનાર છે. તારીખ ૧૩ ઓગસ્ટ ર૦ર૩ (રવિવાર) ના સ્ટેટ ટુર્નામેન્ટના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવનાર છે.
આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એસોસિએશન તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ધારાધોરણ અનુસાર યોજવામાં આવનાર છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને સારી વ્યવસ્થા આપવા માટે જેડીટીટીએની સમગ્ર ટીમ જહેમત ઊઠાવી રહી છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ખેલાડીઓને રેન્કીંગ પોઈન્ટ્સ આપવામાં આવશે જેના આધાર પર નેશનલ ટીમનું ચયન થતું હોય છે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ, રેફ્રી, જી.એ.સ.ટી.ટી.એના અધિકારીઓ તારીખ ૧૦ થી જામનગરમાં પહોંચવાના છે. ટુર્નામેન્ટમાં રૃા. ૧,૦૦,૦૦૦ થી વધારેના રોકડ પુરસ્કારો તથા ઈનામો આપવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટને જામનગરની સંસ્થા રાજહંસ મેટલ પ્રાયવેટ લિમિટેડ, વી.પી. મહેતા, ભરતભાઈ પટેલ, નવાનગર બેંક, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હોટલ વિશાલ ઈન્ટરનેશનલ સહિતના સ્પોન્સરો દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial