Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સ્ટેન્ડીંગ કમિટીમાં રૃા. ૭.૮૦ કરોડની દરખાસ્તો મંજુર

જીઆઈડીસી પ્લોટ એસો.ના ટેક્સ તથા ચાર્જીસના પ્રશ્ને સ્પેશ્યલ કંપની બનાવવાના એમ.ઓ.યુ. થશે

જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકાની બેઠક આજે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની ઉપરાંત ૧ર સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આજની બેઠકમાં રૃા. ૭ કરોડ ૮૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

નેશનલ હેલ્થ મિશનની ગ્રાન્ટ અન્વયે સિવિલ વેસ્ટ ઝોન બોર્ડ નંબર ૬, વામ્બે આરોગ્ય કેન્દ્રમાં સ્ટ્રેન્ધનીંગ કરવાના કામ માટે રૃા. ૭ લાખ ર૪ હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સિવિલ સાઉથ ઝોન (વોર્ડ ૮, ૧પ, ૧૬) મા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસના કામ માટે રૃા. પાંચ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

જાડાની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. ૧૧ મા જામનગર-રાજકોટ હાઈ-વેથી ધુંવાવ હાઉસીંગ બોર્ડની આંતરિક શેરીઓ તથા હાઉસીંગ બોર્ડ સામેથી પોલીસ ચોકી સુધી સીસી રોડના કામ માટે રૃા. ૪૭ લાખ ૬પ હજારના ખર્ચને મંજુર કરાયો છે.

વોર્ડ નં. ર મા ગાંધીનગર ન્યુ સ્મશાન રોડ શિવ પાર્ટી પ્લોટની બાજુની ત્રણ શેરીમાં પાઈપ ગટર તથા શાળા નંબર ૩ર/પ૦ ની પાછળ આવેલ હૈયાત કેનાલમાં મોટા પાઈપ નાંખવા માટે રૃા. ૧૦ લાખનો ખર્ચ મંજુર રખાયું હતું. જુદા જુદા સ્થળોએ હાઈ માસ્ટ ટાવર વિથ લાઈટીંગ કામ માટે રૃા. ૧૩ લાખ ર૮ હજાર તથા શ્રાવણી મેળા માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં લાઈટીંગ-ડેકોરેશન કામ માટે રૃા. ૭ લાખ ૬૦ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો. શ્રાવણી મેળામાં પોલ તથા ગાળા ઈન્સ્ટોલેશન કરવાના કામ માટે રૃા. ૭ લાખ ૩ હજારનું ખર્ચ કરવા નિર્ણય લેવાયો હતો.

શહેરના પાંચ સુએઝ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા માટે તથા ઈલક્ટ્રો મિકેનિકલ વર્કસ ઓફ પમ્પીંગ મશીનરીઝ તેમજ ઈક્વપમેન્ટ એન્ડ સિવિલ વર્ક ઓફ સુફેજ પમ્પીંગ સ્ટેશન તથા રાઉન્ડ ધ ક્લોક પ્રોપર પમ્પીંગ ઓફ સુએઝના કામ અન્વયે કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન, મેન્ટનન્સ અને રિપેરીંગ કામના વાર્ષિક કોન્ટ્રાક્ટની કમિશનરની દરખાસ્ત અન્વયે રૃા. ૧ કરોડ ૩૪ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

દિગ્જામ સર્કલ પાસેના ઓવરબ્રીજની નીચેની જગ્યામાં પાર્કિંગ હેતુ માટે ત્રણ વર્ષના લીઝ પિરિયડ પર ભાડે આપવાના કામની દરખાસ્ત અન્વયે પરતિવર્ષ ૮૧ હજારની ભાડા પેટે આવક થશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં ફૂડ ઝોનની દુકાન નંબર ૭ ને પાંચ વર્ષ માટે ઓપરેટીંગ લીઝ ભાડેથી આપવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી. જેમાં વાર્ષિક રૃા. ૧,૪૧,૦૦૦ ની આવક મળશે.

ઓપરેશન એન્ડ મેન્ટનન્સ ઓફ રક્ષમલ લેઈક અને ખંભાળિયા ગેઈટ (ક્લિનિંગ સ્ટાફ) ના કામના ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યાની દરખાસ્ત અન્વયે રૃા. ૮ લાખ ૭ હજાર મંજુર કરાયા હતાં.

અલગ-અલગ ઈએસઆર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્કના કામની સંખ્યાબંધ દરખાસ્તો કમિશનરે રજુ કરી હતી. જેમાં જામનું ડેરૃ અને પાબારી ઝોન માટે રૃા. ર લાખ ૪૦ હજાર ગુલાબનગર ઝોન માટે રૃા. ૩ લાખ ૧૪ હજાર મહાપ્રભુજી બેઠક માટે રૃા. ર લાખ ૧૦ હજાર, સમર્પણ ઝોન માટે ર લાખ ૪ હજાર, ગોકુલનગર ઝોન માટે રૃા. ર લાખ પ૦ હજાર, રણજીતનગર ઝોન માટે રૃા. ૩ લાખ પ હજાર જ્ઞાનગંગા ઝોન માટે રૃા. ૧ લાખ ર૮ હજાર શંકર ટેકરી ઝોન માટે રૃા. ૧ લાખ ર૯ હજાર, રવિપાર્ક ઝોન માટે રૃા. ૬૬ર૮૩, પવનચક્કી ઝોન માટે રૃા. ૧ લાખ ર૦ હજાર નવાગામ (ઘેડ) ઝોન માટે રૃા. ૩લાખ ૪ર હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

ઈ.એસ.આર. ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ  એકઝીસ્ટીંગ વાલ્વ રિપેરીંગ માટે રૃા. ૧ લાખ ૬૩ હજાર, મહા પ્રભુજી બેઠક ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આરસીસી/ બ્રીક મશીનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૃા. ૯ લાખ ૭૮ હજાર શહેરના ૧૦ ઈએસઆર ઉપર કોમ્પ્રીહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામની કમિશનરની દરખાસ્ત અન્વયે રૃા. ર૩ લાખ ૩૩ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

સફાઈ કામદાર મનોરમાબેન દેવજીભાઈને રૃા. ૭પ હજાર તથા ગોપાલ દેવજીભાઈને રૃા. ૭પ હજારની કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય ચૂકવવા નિર્ણય લેવાયો હતો.

ડ્રાઈવર કમ ટ્રીમીંગ ઓપરેટરની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂક માટેની દરખાસ્તમાં ૬ માસનો મુદ્દત વધારો કરાયો હતો. લાઈટ શાખાની મેન્ટનન્સની કામગીરી ઈલેકટ્રીક આઈટમો ખરીદવા માટે રૃા. ૧૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન (દરેડ) અને જામનગર મહાનગરપાલિકામાં ટેકસ અને ચાર્જીસના એમઓયુ કરવા માટે કમિશનરે દરખાસ્ત રજુ કરી હતી. જેમાં મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસો. વચ્ચે એમઓયુ કરીને એક સ્પેશીયલ વ્હીકલ કંપની બનાવવા માટે તેના દ્વારા ઔદ્યોગિક વસાહતમાં તમામ સુવિધા પૂરી પાડવા માટે કાર્યવાહી કરવા ઠરાવ કરાયો હતો. વર્ષ ર૦૦૮ થી ઉદ્યોગકારો વેરો ભરપાઈ કરશે તેમાંથી રપ ટકા રકમ મહાનગરપાલિકાને મળશે જ્યારે ૭પ ટકા રકમમાંથી જીઆઈડીસીમાં વિકાસ કામ થશે. વય મર્યાદાના કારણે નિવૃત્ત થનારા કર્મચારીઓ મણીલાલ રણછોડભાઈ, મકવાણા ભાસ્કર, ભૂપતભાઈ દેવસીભાઈ, ડામોર પુનાજી, અતુલ રામાણી, હર્ષદકુમાર જોષી, ભાર્ગવ માંકડ અને જયંતિલાલ રાઠોડનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ચાર દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજુ થવા પામી હતી. જેમાં શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા, મહાલક્ષ્મી બંગલોઝથી કિચનએજ થઈ નાઘેડી આસપાસ જંકશન સુધી વોલ કેનાલ બનાવવા માટે રૃા. ૪ કરોડ ૭૧ લાખના ખર્ચનો સૈદ્ધાતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. ખોડીયાર કોલોની સમુદ્ર સેલ્સ બિલ્ડીંગથી ચિત્રકુટ સોસાયટી, ફિયોનિકા મેઈન રોડ ચોકથી કોળીના દંગાથી સરલાબેન ત્રિવેદી આવાસથી ૮૦ ફૂટ રોડ સુધી સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામમાં રૃટ ફેરફાર કરવા મંજુર કરાયું હતું.તેમજ ૧૪૦૪ આવાસ જર્જરિત થઈ ગયેલ હોય, તે પાડતોડ કરી તે જગ્યાએ જુના આવાસોનું પુનઃ નિર્માણ-પુનઃ વિકાસ અંગે સરકારની ગૃહ નિર્માણની નીતિ મુજબ પીપીપી ના ધોરણે રી ડેવલોપમેન્ટ કરી ઈડબલ્યુએસ-૧ પ્રકારના આવાસ બનાવવાનો સૌદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જુદા જુદા લાખો રૃપિયાના ખર્ચાઓ રજુ કરાયા હતાં. જેમાં આઉટ સોસીંગથી મેન પાવર સપ્લાય માટેની જુદી જુદી ૧૦ દરખાસ્તો માટે રૃા. રપ લાખ ૪પ હજાર પર૮ નો ખર્ચ જાણ માટે રજુ થયો હતો.

આ ઉપરાંત આસી. ચિફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં ફર્નિચર કામ માટે રૃા. ૪,૭૯, ૩૦૯ વગેરેનો સમાવેશ થાય છે. આમ આજથી બેઠકમાં કુલ ૭ કરોડ ૮૦ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh