Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરજનોને સેવાનો લાભ લેવા અપીલ
જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રમાં આભા કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા મહાનગર પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આધારકાર્ડ ધરાવનારા વ્યક્તિએ આધારકાર્ડ સાથે લીંક થયેલ મોબાઈલ ફોન અને આધારકાર્ડ લઈને આરોગ્ય સેન્ટરમાં રૃબરૃ જવાનું રહેશે અને આભા કાર્ડ કાઢનાર કર્મચારીને મળવાનું રહેશે.
જેથી કર્મચારી નેશનલ હેલ્થ ઓથોરીટીની લીંક અથવા એપ્લીકેશનમાં આધાર કાર્ડનો નંબર નાખતા આધારકાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબરમાં યુઆઈડીએ આઈ આધાર ઓટીપી આવશે. જે નેશનલ હેલ્થ એન્ડ ઓથોરીટીની લીંક કે એપ્લીકેશનમાં નાખતા અને થયેલ પ્રશ્નનો જવાબ નાખતા જ મોબાઈલ ફોન પર આભા કાર્ડ ડાઉન લોડ થઈને આવી જશે. જેની પ્રિન્ટ કઢાવી શકાશે. આભા કાર્ડના ફાયદા એવા છે કે, સારવાર માટે અનેક જગ્યાએ રિપોર્ટ કે સ્લિપની રાખવાની જરૃર પડશે નહીં.
આભા કાર્ડમાં વ્યક્તિના બ્લડ ગ્રુપ, રોગ, અથવા સમસ્યા, દવા અને ડોકટરને લગતી તમામ માહિતી હશે, જે-તે વ્યક્તિના તમામ મેડિકલ રેકોર્ડ જેવા કે લેબ રિપોર્ટ, ડોકટરે લખેલ દવાનું પ્રિસ્ક્રીપ્શન, અને નિદાનને લગતી તમામ માહિતી હશે. આ કાર્ડ ઓનલાઈન સારવાર, ટેલી મેડીસીન, ખાનગી ડોકટર, ઈ-ફાર્માસી અને પર્સનલ હેલ્થ રેકોર્ડ જેવી તમામ સુવિધા પ્રાપ્ત થઈ શકશે. તેમજ આભા કાર્ડ સાથે વીમા કંપનીઓને પણ સાંકળવામાં આવી હોવાથી જે-તે વ્યક્તિને વીમાનો લાભ મળશે.
આભા કાર્ડ જામનગર મહાનગરપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવશે. અથવા વ્યક્તિગત એટલે કે જાતે મેળવવા માટે રંંૅજઃ રીટ્ઠઙ્મંરૈઙ્ઘ. હઙ્ઘરદ્બ. ર્ખ્તદૃ.ૈહ/િીખ્તૈજંીિ પરથી આ બનાવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial