Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં દરેક મહિલા ધારાસભ્યોને માર્ગો માટે રૂપિયા સવા-સવા કરોડની વધુ ફાળવણી કરાશે

અધિક મહિનામાં મુખ્યમંત્રીએ ફાળવી અધિક ગ્રાન્ટ

ગોધરા તા. ૧૦ઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને માર્ગોના કામો માટે રૂપિયા સવા-સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનું જાહેર કર્યુ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં ર૦ર૩-ર૪ ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે.

ગુજરાતમાં ૧પ મહિલા ધારાસભ્ય છે, જેમાં દરેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ નિર્ણય કર્યો છે. આમ અધિક મહિનામાં મુખ્યમંત્રીએ અધિક ગ્રાન્ટની ફાળવણી જાહેર કરવામાં આવી છેે

ગુજરાતમાં ૧પ મહિલા ધારાસભ્યો છે, જેમાં સંગીતાબેન પાટીલ (લિંબાયત), ડો. દર્શિતાબેન શાહ (રાજકોટ પશ્ચિમ), ભાનુબેન બાબરિયા (રાજકોટ રૃરલ), ડો. દર્શનાબેન દેશમુખ (નાંદોદ), ગીતાબા જાડેજા (ગોંડલ), માલતીબેન મહેશ્વરી (ગાંધીધામ), મનિષાબેન (વડોદરા), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), દર્શનાબેન વાઘેલા (અસારવા), સેજલબેન પંડ્યા (ભાવનગર પૂર્વ), નિમિષાબેન સુથાર (મોરવાહડફ), રિટાબેન પટેલ (ગાંધીનગર ઉત્તર), પાયલબેન કુકરાણી (નરોડા), કંચનબેન રાદડિયા (ઠક્કરબાપા નગર), ગેનીબેન ઠાકોર (વાવ) નો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh