Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાપરવા આપેલી ટ્રોલી ડીટેઈન થઈ જતા મામલો ગુંચવાયોઃ
જામનગર તા.૧૭ ઃ જામજોધપુરના બમથીયા ગામના એક આસામીએ પોતાની ટ્રેક્ટરની ટ્રોલી તથા બાઈક શેઠવડાળાના શખ્સને વાપરવા આપ્યા પછી આ શખ્સે તે ટ્રોલી અન્ય આસામીને વેચાણ કરી નાખી હતી. પાછળથી તે ટ્રોલી પોલીસે ડીટેઈન કરતા અન્ય બે શખ્સે તે ટ્રોલી પોલીસમાંથી છોડાવી લીધી હતી. પોતાની ટ્રોલી પરત માંગવા ગયેલા આસામીને શેઠવડાળામાં આવ્યો તો ટાંટીયા ભાંગી નાખીશું તેવી ધમકી અપાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
જામજોધપુર તાલુકાના બમથીયા ગામના દેવસુરભાઈ ગોવાભાઈ બગડા પાસેથી તેઓની ટ્રેક્ટરની ટ્રોલી તથા હીરો મોટરસાયકલ વાપરવા માટે શેઠવડાળાના મુકેશ પાલાભાઈ ખરાએ માગ્યા હતા. તેથી દેવસુરભાઈએ પોતાની જીજે-૧૦-ટીએક્સ ૭૩૩૦ નંબરની રૃા.૧ લાખ ૪૯ હજારની ટ્રોલી તથા જીજે-૧૦-ડીએચ ૯૯૫૬ નંબરનું રૃા.૫૦ હજારનું હીરો મોટરસાયકલ તેઓને વાપરવા આપ્યા હતા.
ત્યારપછી મુકેશે વાપરવા લીધેલી ટ્રોલી શેઠવડાળાના જ રાજા કમા રાતડીયાને વેચી નાખી હતી. તે ટ્રોલી કોઈ કારણથી પોલીસે ડીટેઈન કરી લીધી હતી. તેની જાણ થતાં દેવસુરભાઈએ પોતાની ટ્રોલી મુકેશ પાસે પરત માંગતા પોલીસમાંથી તે ટ્રોલી છૂટે ત્યારે પરત આપવાનું તેણે સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપ્યું હતુું.
તે ટ્રોલી શેઠવાડાળાના જ શૈલેષ રાજાભાઈ રાતડીયાએ છોડાવી લીધી હતી અને વાત થયા મુજબ દેવસુરભાઈને તેઓની ટ્રોલી પાછી નહીં અપાતા તેઓએ મુકેશ ખરા પાસે ટ્રોલીની માંગણી કરતા મુકેશે ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આથી દેવસુરભાઈએ પોતાની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરવા તથા ધમકી આપવા અંગે મુકેશ તેમજ રાજા રાતડીયા, શૈલેષ રાતડીયા સામે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૬, ૪૦૬, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag