Advertisement
Author: નોબત સમાચાર

કૂટણખાનુ ચલાવવાના કેસમાં નગરના બે મહિલાને કોર્ટે ફટકારી કેદની સજા

દોઢ વર્ષ પહેલા પકડી પડાયું હતું કૂટણખાનુંઃ

જામનગર તા.૧૭ ઃ જામનગરના એક વિસ્તારમાંથી દોેઢ વર્ષ પહેલા બે મહિલા સંચાલિક કૂટણખાનુ પોલીસે પકડી પાડ્યું હતું. આરોપી મહિલાઓ સામે ચાર્જ ફ્રેમ થયા પછી અદાલતે બંનેને તક્સીરવાન ઠરાવી એક વર્ષથી સાત વર્ષ સુધીની કેદની સજા અને રોકડનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના યોગેશ્વરધામ વિસ્તારમાં બે મહિલા દ્વારા મકાન ભાડે રાખી તેમાં કૂટણખાનુ ચલાવાતું હોવાની બાતમી પરથી વર્ષ ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં પોલીસે યોગેશ્વરધામમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે મકાનમાંથી નબીરા ઉર્ફે નરગીસ તથા ગુલઝારબેન ઉર્ફે સમીરા ઉર્ફે પૂજા નામના બે મહિલા કૂટણખાનુ ચલાવતા મળી આવ્યા હતા. આ મહિલાઓ પૈસા કમાવવાની લાલચે મકાન ભાડે રાખી તેમાં બહારથી કેટલીક સ્ત્રીઓને બોલાવી પુરૃષ ગ્રાહકોને શરીરસુખ આપવાની વ્યવસ્થા ગોઠવી આપતી હતી. જે તે વખતે પોલીસે ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટની કલમો હેઠળ બંને મહિલા સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસનું અદાલતમાં ચાર્જશીટ કરાયું હતું.

ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા અદાલતમાં ભોગ બનનાર બે મહિલા સહિત તેર વ્યક્તિની જુબાની તેમજ અગિયાર દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મહિલા નરગીસ અને ગુલઝારબેનને તક્સીરવાન ઠરાવી એક વર્ષથી સાત વર્ષ સુધીની કેદની સજા અને રૃા.પ હજારનો દંડ ફટકાર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh