Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ રેલવેનો નિર્ણયઃ
રાજકોટ તા. ૧૭ઃ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯પર૩ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે ૧૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૦-૧૦ કલાકે દિલ્હી સરાઈ રોહિલા પહોંચશે. આ ટ્રેન ૧૮ મી એપ્રિલથી ૧૬ મી મે-ર૦ર૩ સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯પર૪ દિલ્હી સરાઈ રોહિલા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાઈ રોહિલાથી દર બુધવારે ૧૩-ર૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૧૩-પ૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન ૧૯ મી એપ્રિલથી ૧૭ મી મે-ર૦ર૩ સુધી ચાલશે.
આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકૂઈ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag