Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ કાશ્મીરમાંથી ગુજરાતી ઠગ કિરણ પટેલ પકડાયોઃ પીએમઓનો નકલી અધિકારી બન્યો

પોલીસ પ્રોટેકશન લઈને ફરતા નકલી અધિકારીની ધરપકડની ચકચારઃ

નવી દિલ્હી તા. ૧૭ઃ પીએમઓના એડિશનલ ડાયરેકટરની નકલી ઓળખ આપનાર ગુજરાતી શખ્સ કિરણ પટેલની જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ થઈ છે તે ઝેડ+ સિક્યોરિટી સાથે બુલેટ પ્રુફ વાહનમાં ફરતો હતો. એલઓસી પણ ગયો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેકટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો.

એક હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાતના કિરણ પટેલની જમ્મુ કાશ્મીરથી પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો.

આ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેકટર (સ્ટ્રેટજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી પછી પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરૃવારે કિરણને ન્યાયાધિશ કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તેઓ પોતાને પીએમઓ ના એડિશનલ ડાયરેકટર તરીકે ઓળખાવતા હતાં.

રિપોર્ટસ અનુસાર કિરણ પટેલ હોટલ લલિતના રૃમ નંબર ૧૧૦૭ માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતાં.

સુત્રોએ જણાવ્યું જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી. વર્ષ ર૦ર૩ ની એફઆઈઆર નંબર ૧૯ નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે ૦ર-૦૩-ર૦ર૩ ના રોજ પોલીસ સ્ટેશન નિશાતને મળેલી વિશ્વસનીય બાતમી પરથી જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર ગુજરાતનો કિરણભાઈ પટેલ છે તેના પર આરોપ છે કે તેણે છેતરપિંડીનો આશરો લઈને લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરૃદ્ધ આઈપીસીની કલમ ૪૧૯, ૪ર૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

આ ઠગે ઝેડ પ્લસ સિકયોરિટી, બુલેટપ્રુફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયા હતાં. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની ૧૦ દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી.

જો કે પોલીસે ગુરૃવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો. આ ઠગે પોતાના ટ્વીટર બાયોમાં લખ્યું છે કે, તેણે પીએચડી કર્યું છે. જો કે પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરની પ્રથમ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગ પોતાના ટ્વીટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીર પ્રવાસના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. અહેવાલ મુજબ કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાના માર્ગો પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેમણે દૂધપથરીને પ્રવાસન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. આ પછી જ તેના પર  કડક નજર રાખવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જતાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપનાર ગુજરાતી કિરણ પટેલની ૩ માર્ચના રોજ ધરપકડ કરી હતી.. જે બાદમાં પોલીસે આઈપીસી કલમ ૪૧૯, ૪ર૦,૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી. મહત્વનું છે કે, આજે કિરણ પટેલની પોલીસે કસ્ટડી થઈ પૂર્ણ રહી છે., નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરની સીઆઈડી વિંગે જમ્મુ-કાશ્મીર પોલીસને ઈનપુટ આપ્યા હતાં. જે બાદમાં કિરણ પટેલની ધરપકડ કરાયા બાદ પોલીસ કસ્ટડી પુરી થાય હવે કિરણ પટેલને ૧૭ એપ્રિલ સુધી જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયો છે.

હાઈપ્રોફાઈલ કેસમાં અનેક વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. કિરણ પટેલે પુલવામાં, બારામુલ્લા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. મહત્ત્વનું છે કે ઠગ કિરણ પટેલને ઝેડ+ સુરક્ષા, બુલેટપ્રુફ એસયુવી સહિતની સવલતો અપાઈ હતી. ઠગ કિરણ પટેલે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી જમ્મુ-કાશ્મીરમાં સવલતોનો લાભ ઉઠાવ્યો હતો. આ તરફ સુત્રો મુજબ કિરણ પટેલ સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હોવાની પણ માહિતી સામે આવી છે.

આ સાથે હવે ઠગ કિરણ પટેલના મામલામાં ર અધિકારીઓ પર કાર્યવાહી થઈ શકે છે. સમગ્ર મામલે પુલવામાં ડે.કમિશનર બસીર ઉલ હક્ક અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ઝુલફકાર આઝાદની પણ પુછપરછ થઈ રહી છે. આ તરફ હવે ગુજરાત પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh