Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલીઃ
ગાંધીનગર તા. ૧૭ઃ ગુજરાતમાં પકડાયેલા દારૃના આંકડાઓને લઈને વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બોલાચાલી થઈ હતી. સરકારે આંકડા જાહેર કર્યા હતાં, તે મુજબ રાજ્યમાંથી બે વર્ષમાં રૃા. ૬૪૦ કરોડના નશીલા દ્રવ્યો પકડાયા છે.
ગુજરાત વિધાનસભામાં દારૃબંધીને લઈને શાસક અને વિપક્ષ વચ્ચે આકરા શાબ્દિક પ્રહારો થયા હતાં અને બોલાચાલી થઈ હતી. ગૃહમાં દારૃ અને નશીલા દ્રવ્યો પકડાયા તેના આંકડા જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૃ થઈ ગયા હતાં.
સરકારે રાજ્યમાં દારૃ પકડાવાના આંકડા જાહેર કરતા જ દારૃબંધીના કાયદાનો અમલ નિષ્ફળ હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. સરકારે આંકડા જાહેર કરતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૬૪૦ કરોડ રૃપિયાની કિંમતનો દારૃ, બિયર, દેશી દારૃ અને અન્ય નશીલા દ્રવ્યો પકડાયા છે.
સરકારે ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાંથી બે વર્ષમાં વિદેશી દારૃની ૧૯૭ કરોડ પપ લાખ ર૧ હજાર પ૯ રૃપિયાની કિંમતની ૬૧ કરોડ ૪૮ લાખ પાંચ હજાર ૩૪પ બોટલો પકડાઈ છે. તે ઉપરાંત ૩ કરોડ ૯૯ લાખ ૯પ હજાર ૧પ૪ રૃપિયાની કિંમતનો ૧ કરોડ ૮૦ હજાર ૪૬પ લિટર દેશી દારૃ પકડાયો છે, જ્યારે ૧૦ કરોડ પ૧ લાખ ૪૬ હજાર ૧૬૧ રૃપિયાની કિંમતની ર કરોડ ૯૯ લાખ ૯પ હજાર ૧પ૪ બોટલ બિયરની પકડાઈ છે. આ સિવાય ૬ર અબજ એક કરોડ ર૮ લાખ ૭૬ હજાર ર૭૪ રૃપિયાની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા / પાવડર અને અને ડ્રગ્સ પકડાયું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૩૭૧૬ આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag