Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના આર્થિક વિકાસ મૈત્રીભાવની ચર્ચા
જામનગર તા. ૧૭ઃ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા જામનગર આઈ.ટી.આઈમાં જિલ્લા આસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરના મેયર બીનાબેન કોઠારીએ યુવાઓને આ કાર્યક્રમની મહત્ત્વતા શું છે તેમજ "જી-૨૦ નું ભારતમાં આયોજન થઈ રહ્યું છે એ ગર્વની બાબત છે" એ વિશે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. નહેરુ એવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી તથા ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ તેમજ યૂથ સમિટ વિશે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી. અતિથિ વક્તા જયેશ વાઘેલાએ ભવિષ્યમાં કરિયર માટે શું ઓપ્શન છે એ બાબતની સમજ આપી વૈશ્વિક મંચ પર ભારતનો ઉદય-જી-૨૦ વિષય પર માર્ગદર્શન પૂરૂ પાડયુ હતું. ત્યારબાદ બાજરા સંશોધન કેન્દ્રમાંથી ડૉ એમ.એમ તલપડા અને કૃષિ વિજ્ઞાન કે ન્દ્રમાંથી ડૉ.અંજનાબેન બારીયા દ્વારા આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ વિશે અને વિવિધ મીલેટ્સ વિશે જાણકારી આપવામાં આવેલી હતી.
કાર્યક્રમ અંતર્ગત જી-૨૦ આધારે મોક યુથ સમિટ બેઠક યોજવામાં આવેલી હતી જેમાં જી-૨૦ દેશોના પ્રતિનિધિ તરીકે યુવાઓએ ભાગ લીધેલો હતો અને પોતાના દેશમાં આર્થિક વિકાસ તેમજ પરસ્પર મૈત્રી ભાવ જળવાઈ રહે એ બાબતની ચર્ચા કરી હતી.
ત્યારબાદ તલવાર રાસ, રાધાકૃષ્ણ રાસ, લોકગીત, લાડકી ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહિલા કોલેજની ટીમ, લોહાણા કન્યા છાત્રાલયની ટીમ, મોડપર હાઈસ્કૂલ ટીમ વગેરેએ ભાગ લીધો હતો. જી-૨૦ મોક યૂથ સમિટમાં ભાગ લેનાર યુવાનોને મોમેન્ટો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર યુવાનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ નહેરુ યુવા કેન્દ્ર સાથે જોડાયેલ યુવા મંડળોને સ્પોર્ટ કીટ વિતરણ કરવામાં આવેલું હતું
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી તેમજ નરોત્તમ વઘોરા તેમજ નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક હર્ષ પાંડે, દિપાલી રાઠોડ, ભૌતિક પઢીયાર, હાર્દિક ચાંદ્રા, રાજેશ વઘોરા, કરેણા કિરણ, મકવાણા સંગીતા, બ્રિજરાજસિંહ જાડેજા, કિશન ચારણ, ચિરાગ પરમાર અને જીગર બેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag