Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંધી સમાજ દ્વારા તા.ર૩ ના નૂતનવર્ષની ઉજવણી થશે
જામનગર તા. ૧૭ઃ ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલજીની જન્મજયંતી ચેટીચાંદ સિંધી સમાજનું નૂતનવર્ષની ઉજવણી જામનગર સહિતના શહેરોમાં તા. ર૩ અને ગુરૃવારે થનાર છે. આ આયોજનને લઈને સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન શ્રી ઝુલેલાલજીના પરમ ઉપાસક પૂ. સંતશ્રી શહેરાવાળા સાંઈજીના સાનિધ્યમાં તા. ૧૯ અને રવિવારે વેલકમ ચેટીચાંદ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે પાંચ વાગ્યે પવનચક્કીથી કાર્યક્રમ સ્થળ સદગુરુચોક નાનકપુરી સુધી શોભાયાત્રા સાંજે સાત વાગ્યે પૂ. સંતશ્રી શહેરાવાળાજીના સાનિધ્યમાં ભેરાણા સાહેબ, સત્સંગ, પ્રવચન તથા સંગીતમય કાર્યક્રમનું સદગુરૃ ચોકમાં આયોજન થયું છે. જેમાં પ્રખ્યાત સિંધી ગાયક વિનુભાઈ, પીન્ટુભાઈ, હાર્દિકભાઈ જોગીયાણી સાથે ભગુભાઈ તુલસાણી સૌ-કલાકારો સિંધી મ્યુઝીકલ કાર્યક્રમ રજૂ કરશે. અંતિમ તબક્કામાં ભંડારા પ્રસાદનું જ્ઞાતિજનો માટે આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag