Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચરકલા પાસે અકસ્માતમાં યુવાનનું મૃત્યુઃ
જામનગર તા.૧૭ ઃ કલ્યાણપુરના જુવાનપર તથા ચરકલા ગામ પાસે સર્જાયેલા બે અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. કલ્યાણપુરના જુવાનપર ગામમાં રહેતા છગનભાઈ નારણભાઈ હડીયલ નામના યુવાન બુધવારે પોતાના બે પુત્રો સાથે ગામમાં એક ડિવાઈડર પાસે ઉભા હતા ત્યારે એક કાળમુખો ટ્રક ધસી આવ્યો હતો. આ ટ્રકના ચાલકની બેદરકારીના કારણે છગનભાઈના એક પુત્ર પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. ગંભીર ઈજા પામેલા બાળકનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ નિપજ્યું છે. જામનગર-દ્વારકા ધોરીમાર્ગ પર ચરકલા રોડ પરથી પસાર થતાં એક પીકઅપ વાને માર્ગમાં કૂતરૃ આડું ઉતરતા ગોથું ખાધું હતું. આ અકસ્માતમાં રોહનભાઈ જયંતિભાઈ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આ વાહનમાં વરવાળા ગામમાંથી લીલા નારિયેળ ભરવામાં આવ્યા હતા અને નારિયેળ પર મૃતક યુવાન બેઠા હતા ત્યારે વાનની આડે કૂતરૃ આવતા ઉપરોક્ત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag