Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણપતનગરમાંથી દેશી દારૃની પકડાઈ ત્રણ ભઠ્ઠીઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરની નાનકપુરી પાસેથી ગઈકાલે પોલીસે એક શખ્સને અંગ્રેજી શરાબની પાંચ બોટલ સાથે પકડી પાડ્યો છે. જ્યારે ગણપતનગરમાં પોલીસે પાડેલા દરોડામાં દેશી દારૃની ત્રણ ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા કરાઈ રહેલા પેટ્રોલિંગમાં નાનકપુરી પાસેથી પસાર થતાં સાધનાકોલોની વાળા જગદીશ પરમાણંદ તલરેજા નામના શખ્સને શકના આધારે રોકવામાં આવ્યો હતો. તેની તલાશી લેવાતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી જગદીશ તલરેજાની ધરપકડ કરી છે.
જામનગરના વુલન મીલ વિસ્તારમાં આવેલા ખુલ્લા ફાટક નજીક ગણપતનગરમાં પૂનમબેન નવીનભાઈ ચૌહાણ નામના મહિલાના ઝૂંપડામાં પોલીસે ગઈકાલે દરોડો પાડતા ત્યાંથી દેશી દારૃની ભઠ્ઠી મળી આવી હતી. ત્યાંથી તૈયાર દેશી દારૃ, આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. ત્યાં જ આવેલા બાવરીવાસમાં હંસાબેન ગોપાલભાઈ કોળી નામના મહિલાના ઝૂંપડામાંથી પણ ચાલુ ભઠ્ઠી સાંપડી હતી. ત્યાંથી દેશી દારૃ, દારૃ બનાવવાના ઉપયોગમાં લેવાતો આથો, ભઠ્ઠીના સાધનો કબજે થયા છે.
ગણપતનગરમાં પાડવામાં આવેલા બીજા દરોડામાં સાગર નારણભાઈ કોળી નામનો શખ્સ દેશી દારૃ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે સાગરની અટકાયત કરી છે. જ્યારે નાસી ગયેલા પૂનમબેન, હંસાબેનની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag