Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર ઝોનમાં અલગ હાઈકોર્ટની ઉઠેલી માંગણીઃ અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરો...

રાજ્યમાં લોકોનો સરળતાથી ઝડપી ન્યાય મળે તે માટે

અમદાવાદ/રાજકોટ તા. ૧૭ઃ ગુજરાતમાં આઝાદી પહેલા અલગ સ્ટેટ હતું, તે સૌરાષ્ટ્રને અલગ હાઈકોર્ટ  ફાળવવાની વર્ષો જુની માંગણી ફરીથી ઊઠી છે અને રાજ્યની વિધાનસભામાં આ મુદ્દો ધારાસભ્યોએ જોશભેર ઊઠાવ્યો હતો. વિધાનસભામાં કાયદા વિભાગની ચર્ચા દરમિયાન આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે પડોશના રાજ્યોમાં જેવી રીતે વિભાગવાર હાઈકોર્ટો છે, તેવી રીતે સૌરાષ્ટ્રને પણ અલગ હાઈકોર્ટ મળવી જોઈએ. આ હાઈકોર્ટનું હેડક્વાર્ટર રાજકોટ હોવું જોઈએ, કારણ કે તે સૌરાષ્ટ્રની મધ્યમાં આવે છે, તેવા પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.

વિધાનસભામાં થયેલી રજૂઆત મુજબ સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટ શરૃ થાય તો સૌરાષ્ટ્રના લોકોને ઘરઆંગણે ન્યાય મળી રહે અને સેંકડો કિલોમીટર દૂર અમદાવાદ સુધી જવું પડે નહીં. ઘણાં લોકો આટલો લાંબો પ્રવાસ કરવા માટે આર્થિક, શારીરિક કે અન્ય રીતે સક્ષમ હોતા નથી, તેથી કદાચ વાસ્તવિક ન્યાયથી વંચિત રહી જતા હશે, જે લોકતાંત્રિક વ્યવસ્થા માટે કલંકરૃપ ગણાય અને બંધારણીય ભાવનાઓ સાથે સુસંગત પણ ગણાય નહીં, તેવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે.

વિધાનસભામાં થયેલી રજૂઆત મુજબ ગુજરાતની અદાલતોમાં દાયકાઓ જુના લાખો કેસો પેન્ડીંગ છે, ત્યારે ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા અને ન્યાયતંત્ર પરનું ભારણ ઘટાડવામાં પણ સૌરાષ્ટ્રને અલગ હાઈકોર્ટ ફાળવાય, તે મદદરૃપ નિવડશે.

એવી રજૂઆત પણ કરાઈ કે આ ઉપરાંત સરકારે ખાલી પડેલી જજોની જગ્યાઓ ઝડપથી ભરાય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ અદ્યતન બને અને જજો સિવાયનું વિવિધ અદાલતોનું અન્ય મહેકમ પણ પૂરતુ હોય અને સંખ્યાબંધ ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરાય, તે માટે ન્યાયતંત્ર સાથે સંકલન કરીને ઝડપભેર કદમ ઊઠાવવા જોઈએ. એવી રજૂઆત થઈ છે કે નીચલી અદાલતોમાં તથા ટ્રિબ્યુનલોમાં ૩પ થી ૪પ ટકા જેટલી ખાલી પડેલી જગ્યાઓ તે ઝડપભેર ભરવી જોઈએ.

લોકોને ઝડપી, સસ્તો ન્યાય સરળતાથી મળે, તે માટે સત્તાના વિકેન્દ્રિકરણની સાથે સાથે લોકોને શક્ય તેટલા નજીકના સ્થળેથી ન્યાય મળી રહે તે માટે કેટલાક જિલ્લાઓમાં એકથી વધુ જિલ્લા કક્ષાની અદાલતો જુદા જુદા શહેરોમાં શરૃ કરાઈ છે, તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં અલગ હાઈકોર્ટ શરૃ કરવાની માંગણી ભલે વિપક્ષે વિધાનસભામાં કરી હોય, પરંતુ આ માંગણી દાયકાઓ જુની છે, અને તેમાં શાસક પક્ષના સૌરાષ્ટ્રના વિવિધ સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સૂર પૂરાવે, અને આ મુદ્દે વિધાનસભામાં સર્વાનુમતે ઠરાવ થાય,તો વધુ ઝડપથી કામ થઈ શકે તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh