Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ એકની મેળવી ઓળખ, બીજાની શોધઃ
જામનગર તા.૧૭ ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે ગયા બુધવારે ભરબપોરે એક વેપારીની રૃા.૨૦ લાખની રોકડવાળી થેલીની લૂંટના ગુન્હામાં સ્થાનિક પોલીસ તથા એલસીબીએ શરૃ કરેલી ત૫ાસમાં લૂંટ કરીને નાસી ગયેલા આરોપીઓની ઓળખ મળી છે. આરોપીઓ પોલીસની હાથવેંતમાં આવી ગયા છે.
જામજોધ૫ુરના જામવાડી વિસ્તારમાં રહેતા અને જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં દુકાન ચલાવતા ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોલીયા નામના વેપારી બુધવારે વેપાર માટે જરૃરી રકમ ઉપાડવા માટે ખાનગી બેંકે ગયા હતા. જ્યાંથી રૃા.૨૦ લાખની રોકડ તેઓએ ઉપાડી હતી અને સફેદ રંગની થેલીમાં રાખી તે થેલી બાઈકની પેટ્રોલ ટેંક પર મૂકી તેઓ દુકાને જતાં હતા.
આ વેપારી જ્યારે યાર્ડ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં આવેલા સ્પીડબ્રેકરમાં તેઓએ પોતાનું બાઈક ધીમુ પાડ્યું હતું અને ત્યારે જ બીજા બાઈકમાં ધસી આવેલા બે અજાણ્યા શખ્સ પૈકીના પાછળ બેસેલા સફેદ રંગના શર્ટવાળા શખ્સે ભૌતિકભાઈના બાઈકની ટાંકી પરથી થેલીની ઝૂંટ મારી હતી અને તેના સાથીદારે તરત જ મોટરસાયકલ ભગાડયું હતું.
બનાવની જાણ થતાં દોડેલી જામજોધપુર પોલીસ તથા એલસીબીની ટીમે માર્કેટીંગ યાર્ડના સીસીટીવી કેમેરા ઉપરાંત ખાનગી બેંકના સીસીટીવી, જાહેર રોડ પર રહેલા સીસીટીવી તેમજ જામજોધપુર સાથે જોડાયેલા ધોરીમાર્ગાે પરના સીસીટીવીના ફૂટેજ ચકાસી આરોપીઓના સગડ દબાવ્યા હતા. તે દરમિયાન લૂંટમાં સંડોવાયેલા બે પૈકીના એક આરોપીની ઓળખ મેળવવામાં એલસીબીને સફળતા મળી છે. આ શખ્સને દબોચી લેવા અને તેના સાગરિતને પણ કાયદાના સકંજામાં લેવા એલસીબી દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. આજ સાંજ સુધીમાં લૂંટના આ બનાવના બંને આરોપી ઝડપાઈ જશે તેવી પોલીસ સૂત્રોએ આશા વ્યક્ત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag