Advertisement
Author: નોબત સમાચાર

માધવપૂર (ઘેડ)ની સાથે દ્વારકામાં પણ ચાર દિવસ સુધી ઉજવાશે ઋક્ષ્મણી વિવાહ ઉત્સવ ઃ ભવ્ય સ્વાગત કરાશે

દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ

દ્વારકા તા. ૧૭ઃ દ્વારકામાં શ્રીકૃષ્ણ-રૃક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ ઉજવાશે અને સાથે રૃક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત થશે. આ સાથે દ્વારકાના સરકીટ હાઉસમાં દેવભૂમિ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય હતી. જેમાં માધવપૂરના ઉત્સવ સાથે દ્વારકામાં પણ આ ઉત્સવ ઉમંગભેર ઉજવાશે.

ભારત વર્ષના સ્કંદપુરાણોમાં જેનું ખાસ મહત્ત્વ સમજાવાયું છે તેવા નોંધનીય પ્રસંગ એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૃક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ ચૈત્રસુદ-નોમથી તેરસ સુધીમાં થયા હતાં અને આ ઉત્સવનું દ્વારકા અને માધવપૂરમાં વિશેષ મહત્ત્વ હોય, જેને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ગત્ વર્ષે રાજય અને કેન્દ્ર સરકારે ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન આ વિવાહ ઉત્સવમાં દેશ-વિદેશના લોકો વધુને વધુ જોડાય તે માટે ધામધૂમથી ઉજવવાનું શરૃ કર્યુ છે.

તા. ૩૦ માર્ચથી ૩-એપ્રિલ સુધીના આ કાર્યક્રમ માટે રાજય સરકાર દ્વારા ભારે તૈયારીઓ અત્યારથી જ શરૃ કરી દેવામાં આવી છે.

દ્વારકા યાત્રાધામમાં ચાર દિવસ સુધી થનાર આ ઉત્સવ અંતર્ગત દ્વારકાના સરકીટ હાઉસમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા, નાયબ કલેક્ટર તલસાણીયા તથા હોટેલ એસોસિએશનના પ્રમુખ નિર્મલ સામાણી, ચંદુભાઈ બારાઈ, ઈશ્વરભાઈ પરમાર, ગોવિંદ સ્વામી, મામલતદાર મારૃ, તાલુકા વિકાસ અધિકારી સોરઠીયા, ભરત સામાણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ રૃક્ષ્મણી વિવાહની વિગતો આપતા જણાવ્યું હતું કે, દ્વારકાનું વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશજીનું મંદિર તથા રૃક્ષ્મણી મંદિરના શિખરો અને પરિસરોને લાઈટીંગ ડેકોરેશનથી સુશોભન કરી મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં વધારો થાય તે રીતે વિવાહ ઉત્સવના જીવંત દર્શન ભાવિક-ભક્તોને કરાવાશે.

આ ઉપરાંત દ્વારકામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રીકૃષ્ણ સાંસ્કૃતિક તથા રૃષ્મણીજીના જીવન આધારીત જીવંત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને લગ્નોત્સવ પછી માતા રૃક્ષ્મણીજીનું દ્વારકામાં ભવ્ય આગમન કરાવવામાં આવશે.

હોટેલ એસોસિએશને આ ઉત્સવ દરમિયાન પ્રવાસી યાત્રિકોને ખાસ પેકેજ ચાર દિવસનું ઓફર કરવા પણ જણાવ્યું છે.

રૃક્ષ્મણી માતાજી મંદિરના પૂજારી અરૃણભાઈ દવેએ દ્વારકામાં રૃક્ષ્મણી વિવાહની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશનો વરઘોડો દ્વારકાધીશ મંદિરથી વાજતે-ગાજતે નીકળશે જે રૃક્ષ્મણી મંદિરે પહોંચશે. જેમાં યજમાન પદે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર જોડાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh