Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલ નથવાણીના સવાલનો સરકારે આપ્યો જવાબઃ
નવી દિલ્હી તા. ૧૭ઃ રાજ્યસભાના સભ્ય (સાંસદ) પરિમલભાઈ નથવાણીએ પૂયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ગુજરાતમાં નિર્માણાધિન, પૂર્ણ થયેલા, મંજુર થયેલા અને પુરસ્કૃત નેશનલ હાઈ-વે અંગે વિસ્તૃત આંકડાકીય માહિતી આપી હતી.
ગુજરાતમાં વર્ષ ર૦રર-ર૩ દરમિયાન રૃા. ૩,૧૯૩.પ૩ કરોડના ખર્ચે ૧પ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મંજુર અથવા સ્વીકૃત કરવામાં આવી છે અથવા મંજુરી હેઠળ છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ રૃા. પ૦,૦૧૩ કરોડના ખર્ચે અને કુલ ર૦૭૭.૪૬ કીલોમીટરની લંબાઈને આવરી લેતી ૮૪ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓની સાથે નદી ઉપરના પુલ, નાના અને મોટા પુલ અને બ્લેક સ્પોટ રેટીફિકેશન પ્રોજેક્ટ જેવા ૧પ પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા છે અથવા નિર્માણ હેઠળ છે અથવા તો તેના કામ આપી દેવામાં આવ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રી નીતિન જે. ગડકરીએ ૧પ માર્ચ ર૦ર૩ ના રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા ઊઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આ માહિતી આપી હતી. શ્રી નથવાણીએ ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ થયેલા નિર્માણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટની કુલ લંબાઈ અને ખર્ચનો સમાવેશ સાથેની વિગતો ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. તેમણે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે ગુજરાત રાજ્ય માટે મંજુર કરાયેલા નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ (આયોજિત રોકાણો સહિત) વિશેની વિગતો પણ માંગી હતી.
પ્રત્યુત્તરમાં આગામી ત્રણથી પાંચ વર્ષ માટે પ્રસ્તાવિત યોજનાઓ પરના પ્રશ્નના સંદર્ભમાં મંત્રીએ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ અને જાળવણી એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ડીપીઆર, ટ્રાફિકનું પ્રમાણ, અગ્રતાક્મ અને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ક્રમિક વર્ષોમાં હાથ ધરવામાં આવનાર યોજનાઓને અંતિમ સ્વરૃપ આપવામાં આવે છે. મંત્રીએ એમ કહીને પ્રશ્નનો ઉત્તર પૂર્ણ કર્યો હતો કે આગામી ત્રણથી પાંચ વર્ષ માટે કોઈ યોજનાને મંજુરી આપવામાં આવી નથી.
આગામી સમયની મહત્ત્વની યોજનાઓમાં સાબરમતી નદી પર ૮ર૦ કરોડના ખર્ચે ફોર લેન એલિવેટેડ કોરિડોર (શાસ્ત્રી બ્રીજ સહિત), સાબરમતી નદી પર રૃા. ૬૮.૪ર કરોડના ખર્ચે વધારાનો ફોર લેન બ્રીજ અને તેના એપ્રોચીસ, એનએચ-૬૮ ના પાટણ-ગોઝારિયા વિભાગના કુલ ૭૬.૯૪ કિ.મી. લંબાઈના માર્ગનું રૃા. ૧૧૮૧.૩૪ કરોડના ખર્ચે અપગ્રેડેશન અને એનએચ-૯ર૭ ડી પર ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનના કુલ પ૮,૧૧પ કિ.મી. લંબાઈના માર્ગને પહોળો કરવા તથા તેનું મજબૂતિકરણ કરવા માટે રૃા. ર૪૬.૬ કરોડના ખર્ચનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag