Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સહિત ૬ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારોઃ કેન્દ્ર સરકારની એડવાઈઝરી

એક્સ૫ર્ટે નવી લહેરની આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હી તા. ૧૭ઃ ગુજરાત સહિત ૬ રાજ્યોમાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે.

ગુજરાત સહિત ૬ રાજ્યોમાં વધ્યા કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકારે ટેસ્ટિંગ-ટ્રેકીંગ પર નજર રાખવા કહ્યું છે. જ્યારે એક્સપર્ટે નવી લહેરની શંકા વ્યકત કરી છે.

કોરોનાના વધતા કેસની વચ્ચે કેન્દ્રએ ૬ રાજ્યોને એડવાઈઝરી મોકલી છે. આ માટેનો પત્ર મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને મોકલવામાં આવ્યો છે. કેન્દ્રએ આ રાજ્યોને વધતા કોરોનાના કેસ પર કાબુ મેળવવા માટે જણાવ્યું છે. આ માટે ટેસ્ટિંગ-ટ્રેકીંગ અને વેક્સિનેશન પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

ભારતમાં કોવિડ-૧૯ ના મામલાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં લગભગ ચાર મહિના પછી ગુરૃવારે કોરોનાના ૭૦૦ થી વધારે મામલાઓ નોંધાયા છે. એવામાં ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૪,૬ર૩ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, છેલ્લા થોડાં દિવસોમાં કોરોના વાયરસના મામલાઓમાં જે વધારો થયો છે તેની પાછળ કોવિડ-૧૯ એક્સ-બીબી વેરિએન્ટનો વંશજ એક્સ-બીબી ૧.૧૬ હોય શકે છે.

ભારત સિવાય ચીન, સિંગાપોર, અમેરિકા સહિત વિવિધ દેશોમાં પણ આ વેરિઅન્ટ ઝડપથી ફેલાયેલો છે. ટીઓઆઈના એક રિપોર્ટ પ્રમાણે કોવિડ-૧૯ ના આ વેરિએન્ટથી નવી લહેરની શક્યતાઓ વધી શકે છે.

કોવિડ વેરિએન્ટ્સ ઉપર નજર રાખનાર એક ઈન્ટરશેનલ પ્લેટફોર્મના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાલ કોરોનાના એક્સ-બીબી ૧.૧૬ વેરિએન્ટના મામલામાં સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ૪૮, સિંગાપોર અને અમેરિકામાં ક્રમશઃ ૧૪ અને ૧પ મામલા એક્સ-બીબી ૧.૧૬ વેરિએન્ટના છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, બુધવારે દેશભરમાં કોરોનાના ૭૦૦ થી વધુ નવા કેસ સામે આવ્યા છે. ૪ મહિના બાદ મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે. આ પહેલા ૧ર નવેમ્બરે કોરોનાના ૭૩૪ કેસ મળ્યા હતાં. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૪,૬ર૩ થઈ ગઈ છે.

માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાના પ,૩૪૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. માર્ચના પહેલા સપ્તાહમાં ર૦૮ર અને બીજા સપ્તાહમાં ૩,ર૬૪ દર્દી સામે આવ્યા હતાં. આ દરમિયાન પોઝિવિટી રેટ ૦.૬૧ ટકા રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં ફલુના કેસ વધવાને કારણે કોરોનાના ટેસ્ટિંગમાં વધારો થયો છે. આ કારણે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૩૯૭ દર્દી સામે આવ્યા હતાં, જ્યારે માર્ચના પહેલા સપ્તાહમાં ૩પપ અને બીજા સપ્તાહમાં ૬૬૮ દર્દી મળ્યા હતાં. આ દરમિયાન પપોઝિટિવિટી રેટ ર.૬૪ ટકા રહ્યો છે. ગુજરાતમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૧૩ દર્દી સામે આવ્યા હતાં, જ્યારે માર્ચના પહેલા સપ્તાહમાં ૧૦પ અને બીજા સપ્તાહમાં ર૭૯ દર્દી મળ્યા હતાં. આ દરમિયાન પોઝિટિવિટી રેટ ૧.૧૧ ટકા રહ્યો. તમિલનાડુમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૯૬ દર્દી સામે આવ્યા હતાં, જ્યારે માર્ચના પહેલા સપ્તાહમાં ર૭૦ અને બીજા સપ્તાહમાં રપ૮ દર્દી મળ્યા હતાં. આ દરમિયાન પોઝિટિવિટી રેટ ૧.૯૯ ટકા રહ્યો. કેરળમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૩ર૬ દર્દી સામે આવ્યા હતાં, જ્યારે માર્ચના પહેલા સપ્તાહમાં ૪૩૪ અને બીજા સપ્તાહમાં પ૭૯ દર્દી મળ્યા હતાં. આ દરમિયાન પોઝિટિવિટી રેટ ર.૬૪ ટકા રહ્યો. તેલંગાણામાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૯પ દર્દી સામે આવ્યા હતાં, જ્યારે માર્ચના પહેલા સપ્તાહમાં ૧૩ર અને બીજા સપ્તાહમાં ર૬૭ દર્દી મળ્યા હતાં. આ દરમિયાન પોઝિટિવિટી રેટ ૦.૩૧ ટકા રહ્યો. કર્ણાટકમાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ૩૬૩ દર્દી સામે આવ્યા હતાં, જ્યારે માર્ચના પહેલા સપ્તાહમાં ૪૯૩ અને બીજા સપ્તાહમાં ૬૦૪ દર્દી મળ્યા હતાં. આ દરમિયાન પોઝિટિવિટી રેટ ર.૭૭ ટકા રહ્યો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh