Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મરીન પોલીસની કથિત ઉદાસીનતા સામે આવીઃ
ઓખા તા.૧૭ ઃ ઓખા નજીકના હાર્બર વિસ્તારમાં ફેરી બોટના પ્રવેશ સામે પ્રતિબંધ મુકાયો હોવા છતાં કેટલાક ફેરી બોટ સંચાલકો વધુ પૈસા કમાવવાની લાલચમાં મુસાફરોને ડોલ્ફીન બતાવવા માટે તે વિસ્તારોમાં લઈ જતાં હોવાની બૂમ વચ્ચે બે દિવસ પહેલા પોલીસે હાર્બર વિસ્તારમાંથી એક બોટ પકડી પાડી હતી. તેના સંચાલક સામે કોઈ ગુન્હો નહીં નોંધાતા પોલીસનું વર્તન પણ શંકાના દાયરામાં છે.
ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના સંચાલકો કમાણી કરવાની લાલચ રોકી નહીં શકી મુસાફરોને પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં ડોલ્ફીન દર્શન કરાવવા લઈ જતાં હોવાની બૂમ અવારનવાર ઉઠતી રહે છે. ત્યારે ગયા મહિને જીએમબીએ હાર્બર વિસ્તારમાં ફેરી બોટના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર ઈસ્યુ કર્યાે હતો. તેમ છતાં બે દિવસ પહેલા હાર્બર વિસ્તારમાંથી એમએનવી ૮૦૭ નંબરની અને અલ-કાદરી નામની ફેરી બોટ ઝડપાઈ જતાં ચકચાર જાગી છે.
તે બોટને પોલીસની પેટ્રોલિંગ બોટે પકડી પાડ્યા પછી બોટ સંચાલકને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે બાબતનો કોઈ ગુન્હો નહીં નોંધાતા ઓખા પોલીસની કામગીરી શંકાસ્પદ જણાઈ રહી છે. ડોલ્ફીનને જોવા ઈચ્છતા મુસાફરો પાસેથી મોટી રકમ મેળવી ફેરી બોટના સંચાલકો બોટને હાર્બર વિસ્તારમાં લઈ જતાં હોવાની ચર્ચા વચ્ચે કાર્યવાહી કરવામાં મરીન પોલીસની ઉદાસીનતા ટીકાનું કારણ બની છે. જિલ્લા પોલીસવડા ખુદ આ બાબતે કડક પગલાં ભરે તેવી માંગણી ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે, હાર્બર વિસ્તારમાં બે મહિના પહેલા મુસાફરો સાથે ગયેલી એક ફેરી બોટ મધદરિયે કોઈ રીતે બંધ થઈ જતાં બોટમાં રહેલા મુસાફરોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. તેમ છતાં આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી હોય ટુર સંચાલકોની બેદરકારીને કારણે કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાય જશે તેમ લાગી રહ્યું છે. જીએમબીએ પણ રૃા.પ૦૦નો દંડ તથા પંદર દિવસ માટે બોટનું લાયસન્સ સસ્પેન્ડ કરી રૃટીન કાર્યવાહી આટોપી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag