Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ-રાહુલ ગાંધી માફી માંગેઃ ખડગે-ભાજપ પોતે જ છે રાષ્ટ્રવિરોધી
નવી દિલ્હી તા. ૧૭ઃ આજે પણ સંસદના બન્ને ગૃહો હોબાળાના કારણે સ્થગિત કરી દેવાયા છે. હવે જો રાહુલ પોતાના વિવાદાસ્પદ નિવેદન મામલે માફી નહીં માંગે તો તેમની વિરૃદ્ધ સસ્પેન્શનની કાર્યવાહીની પહેલ થઈ શકે છે. રાહુલના સભ્યપદ મામલે ભાજપે સ્પીકર સમક્ષ એક વિશેષ સમિતિ બનાવવાની માંગણી કરી છે. તેથી માફી નહીં માંગે તો રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ પણ ગુમાવી શકે છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતની લોકશાહી પ્રણાલી અંગેના તેમના નિવેદનો માટે યુકેમાં આલોચનાનો સામનો કરી રહ્યા છે. સરકાર અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે. જો રાહુલ માફી નહીં માંગે તો તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી પણ થઈ શકે છે. તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવાની શક્યતા શોધવા માટે ભાજપે લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો સંપર્ક કર્યો છે અને એક વિશેષ સમિતિની રચના કરવાની માંગ કરી છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે, આ માત્ર વિશેષાધિકારનો મુદ્દો નથી, તેનાથી પણ ઘણું વધારે છે. કેશ-ફોર-ક્વેરી કૌભાંડની તપાસ માટે ર૦૦પ માં રચવામાં આવેલી પેનલની તર્જ પર ભાજપપે સ્પીકરને વિશેષ સમિતિની રચના કરવા માટે સંપર્ક કર્યો છે. જો સમિતિ રચાય તો લોકસભામાં ભાજપની બહુમતી છે. વિશેષ સમિતિ સામાન્ય રીતે એક મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપે છે.
કેન્દ્રિય કાયદા પ્રધાન કિરેન રિજિજૂએ કહ્યું હતું કે, 'ભાજપ રાહુલ ગાંધીના મુદ્દાને ખૂબ ગંભીર માને છે. આ વિશેષાધિકારની બાબત છે. અમે તેને ગંભીરતાથી લેવા માંગીએ છીએ. મારો પક્ષ તમામ નિયમો અને સંમેલનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. રાષ્ટ્ર સાથે જોડાયેલી કોઈપણ બાબત દરેક માટે ચિંતાનો વિષય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દેશનું અપમાન કરે તો અમે ચૂપ રહી શકીએ નહીં.' તેમણે કહ્યું, 'રાહુલ ગાંધીએ જે કહ્યું તેનાથી દેશને નુક્સાન થયું છે. જેના કારણે ગૃહને નુક્સાન થયું છે. કેટલાક લોકોને દેશની પ્રતિષ્ઠાની પરવા નથી.'
ભાજપની માફીની માંગ પર રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, તેમણે કંઈપણ ભારત વિરોધી કહ્યું નથી. તેમણે કહ્યું કે જો મને મંજુરી આપવામાં આવે તો હું સંસદમાં બોલીશ. જ્યારે, દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને જાતિય સતામણી પીડિતો વિશે માહિતી માંગતી નોટીસ જારૃ કરી હતી, જેનો તેમણે કાશ્મીરમાં તેમની ભારત જોડો યાત્રા દરમિયાન ઉલ્લેખ કર્યો હતો. પોલીસે તેમની ટિપ્પણીઓને ધ્યાનમાં લીધી છે. એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અપરાધીઓ વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગે છે.
બીજી તરફ રાહુલ ગાંધીના લંડનના નિવેદન પર રાજકીય ધમાસણના કારણે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ થઈ ગઈ છે. રાહુલ ગાંધી ઘરે પરત ફર્યા છે અને ગઈકાલે લોકસભાના અધ્યક્ષને મળ્યા છે અને બોલવા માટે સમય માંગ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ સંસદમાં જ ચાર મંત્રી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપશે.
રાહુલ ગાંધી આજે લોકસભામાં બોલવાના હતાં, પરંતુ સંસદની કાર્યવાહી આજે પણ ચાલુ રહી શકી ન હતી અને હંગામાને કારણે બન્ને ગૃહોની કાર્યવાહી ર૦ માર્ચે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
વર્તમાન બજેટ સત્રના પાંચમા દિવસે પણ સંસદના બન્ને ગૃહોમાં કાર્યવાહી ચાલી શકી ન હતી. હંગામાને કારણે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી આજે લોકસભામાં બોલે તેવી અપેક્ષા હતી. સંસદની કાર્યવાહી દરમિયાન તેઓ લોકસભામાં પણ હાજર રહ્યા હતાં, પરંતુ ગૃહનું કામકાજ ચાલી શક્યું ન હતું. ધાંધલ ધમાલ વચ્ચે લોકસભાની કાર્યવાહીનો ઓડિયો લાંબા સમય સુધી બંધ રહ્યો, પરંતુ તેમ છતાં નારાબાજી અને હોબાળો ચાલુ રહ્યો. આ પછી ઓમ બિરલાએ ર૦ માર્ચે સવારે ૧૧ વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag