Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાવદ્રામાં બે દિવસની દબાણ હટાવ કામગીરી પૂર્ણઃ
ખંભાળિયા તા.૧૭ ઃ કલ્યાણપુરના ભોગાતમાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તથા પોલીસતંત્રએ ડિમોલિશન શરૃ કર્યું છે. બે દિવસમાં નાવદ્રામાં સવાસો જેટલા દબાણો દૂર કરી તંત્રએ રૃપિયા એકાદ કરોડની જગ્યા ખૂલી કરાવી હતી. તે પછી આજે ભોગાતમાં પંચાવન દબાણકર્તાઓના દબાણો પર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ-ગાંધવીમાં દરિયાઈ તટ પર ખડકાઈ ગયેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રએ જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા, જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ગઈકાલથી કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં ડિમોલિશન શરૃ કર્યું છે.
હર્ષદ-ગાંધવીના ડિમોલિશન પછી બીજા રાઉન્ડમાં કલ્યાણપુર તાલુકાના નાવદ્રામાં તંત્રએ દબાણ હટાવ કામગીરી કરી હતી. જેમાં બે દિવસમાં ૧૨૮ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે રૃપિયા એકાદ કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવ્યા પછી ગઈકાલે તે ઓપરેશન પૂર્ણ થયું હતું. ત્યારપછી આજ સવારથી ભોગાત ગામમાં દબાણ હટાવ કામગીરી આરંભાઈ છે.
ભોગાતમાં આવેલી સરકારી જમીન પૈકીની કેટલીક જમીનોમાં પંચાવન દબાણકર્તાઓએ અનઅધિકૃત દબાણ ખડક્યા હોવાની વિગતો તંત્ર પાસે પહોંચી હતી અને તે દબાણકારોને નોટીસ પણ પાઠવવામાં આવી હતી. તે પછી આજ સવારથી ભોગાતમાં ડિમોલિશન શરૃ કરાયું છે. જે આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જવાની શક્યતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag