Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરીને આપી જાણકારીઃ
નવી દિલ્હી તા. ૧૭ઃ ભારતીય સેના માટે રૃા. ૭૦ હજાર કરોડના હથિયારો ખરીદવાની મંજુરી સંરક્ષણ મંત્રાલયે આપી દીધી છે.
સંરક્ષણ મંત્રાલયે વિવિધ હથિયાર ખરીદવા માટે રૃા. ૭૦ હજાર કરોડથી વધુના પ્રસ્તાવોને મંજુરી આપી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૃરિયાતો પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરી જાણકારી આપી હતી.
ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૃરિયાતોને અનુરૃપ સૈનિકો માટે સ્વદેશી વિકાસ અને ડિઝાઈ પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે ૭૦ હજાર કરોડ રૃપિયાથી વધુના પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની વધારે સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૃરિયાતો અનુસાર હથિયાર પ્રણાલી વિક્સાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ માટે આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી રીતે તૈયાર કરાયેલા શસ્ત્રોના નિર્માણમાં સાવચેતીના જરૃરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
દેશની સુરક્ષા માટે હવે હથિયારોની ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ભારતીય સેના સંરક્ષણ ક્ષેત્રને માનવરહિત ટેકનોલોજી આપવા અને સુરક્ષાને વધુ ખાસ બનાવવા માટે એઆઈના ઉપયોગ માટે ડીઆરડીઓ સહિત અનેક સ્ટાર્ટઅપ્સ સાથે મળીને કામ કરી રહી છે.
દેશની સુરક્ષામાં પણ આત્મનિર્ભરતાના વિઝન પર પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. જેના પરિણામે સેનામાં માત્ર સ્વદેશી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી નથી, પરંતુ સંરક્ષણ નિકાસમાં પણ તેજી જોવા મળી રહી છે. ભારતે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ઉત્પાદનમાં ઝડપી પ્રગતિ કરી છે. સંરક્ષણ સ્વ-નિર્ભરતા તરફ ઝડપથી આગળ વધીને ભારતની સંરક્ષણ નિકાસ છેલ્લા ૯ વર્ષોમાં ૧૧ ગણાથી વધુ વધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag