Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના તમામ ધોરીમાર્ગોની હોટલો પર સીસીટીવી કેમેરા મૂકવા ફરજિયાત

પેટ્રોલપંપ, ટોલપ્લાઝા, બેંકો, એટીએમ તેમજ

જામનગર તા. ૧૭ઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જામનગર શહેર વિસતારમાં તથા જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પેટ્રોલપંપ, ટોલ પ્લાઝા, તમામ બેંકો, એ.ટી.એમ. સેન્ટરો, માન્યતા ધરાવતા ખાનગી ફાયનાન્સરો, શ્રોફ, સોના-ચાંદી તથા કિંમતી ઝવેરાતના શો-રૃમ, લાયસન્સવાળી નિવાસી હોટલો, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થિયેટર, જીનીંગ મીલ, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ કોલેજો, કોમર્શિયલ કોમ્પલેક્ષ તથા શોપીંગ મોલના અન્ડર ગ્રાઉન્ડ પાર્કિગ જેવા તમામ સ્થળોએ નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશનવાળા રેકોર્ડીંગ સિસ્ટમ સાથેના સી.સી. ટીવી કેમેરાઓ મૂકવા જાહેરનામું ફરમાવેલ છે.

તમામ એકમોએ અગા.ના આવા જ પ્રકારના જાહેરનામા અન્વયે સી.સી. ટી.વી. કેમેરાઓ મૂકેલા હોય તે ચાલુ હાલતમાંરહે તે જોવાનું રહેશે. નવા શરૃ થતા એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા પછી જ ધંધો/વ્યવસાય શરૃ કરવાનો રહેશે. ઉપરોક્ત સ્થળોએ જ્યાં લોકો/વાહનોનો પ્રવેશ હોય ત્યાં તેમજ અંદરના ભાગે તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જ (માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાચી શકાય તેવા) સી.સી. ટી.વી. કેમેરાઓ ગોઠવવાના રહેશે. જે ગ્રાન્ટેડ કોલેજોએ હાયર ઓથોરીટીની મંજુરી મેળવવાની થતી હોય તે કોલેજોએ મંજુરી મેળવવાની કામગીરી એક માસમાં પૂર્ણ કરી લવાની રહેશે તેમજ મંજુરી મેળવવા માટે કરેલા કાર્યવાહીની લેખિત જાણ પોલીસ અધિક્ષકને કરવાની રહેશે. સી.સી. ટી.વી. કેમરોઓના રેકોર્ડીંગ સતત ર૪ કલાક ચાલુ રાખવાના રહેશે અને તેનો ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી જાળવી રાખવાનો રહેશે. સી.સી. ટી.વી. કેમેરાઓના રોકોર્ડીંગ પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓની માંગણી થયે જોવા દેવાના રહેશે. આ હુકમ તા. ૧૪-પ-ર૦ર૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના હુકમનું  ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪પ મા અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh