Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાનું સત્ર ર૪ જૂનથી ૩ જુલાઈ અને
નવી દિલ્હી તા. ૧રઃ નવી લોકસભાનું સત્ર ર૪ જૂનથી અને રાજ્યસભાનું સત્ર ર૭ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે. ર૭ જૂને બન્ને સભાગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ સંબોધન કરશે.
મોદી સરકાર ૩.૦ ની રચના થઈ ગઈ છે. ૭૧ મંત્રીઓએ શપથ લીધા અને ખાતાની ફાળવણી થતા કામકાજ શરૃ કરવામાં આવ્યું છે. ત્યારે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જિુએ બુધવારે આ અંગે માહિતી આપતા કહ્યું કે, ૧૮ મી લોકસભાનું પ્રથમ સત્ર ર૪ જૂનથી ૩ જુલાઈ સુધી ચાલશે.
આ સત્રના પ્રથમ ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે અને ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભાનું ર૬૪ મું સત્ર ર૭ જૂનથી શરૃ થશે અને ૩ જુલાઈએ ૫ૂરૃ થશે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી ર૭ જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી સંસદમાં તેમના મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદના બન્ને ગૃહમાં ચર્ચાનો પીએમ મોદી જવાબ આપશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ર૭ જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક સંબોધશે. જે આગામી પાંચ વર્ષની નવી સરકારના કાર્યોની રૃપરેખા રજૂ કરશે. આ અંગે કિરણ રિજ્જિુએ કહ્યું કે ૧૮ મી લોકસભાનું પ્રથમ સત્ર ર૪ જૂન, ર૦ર૪ થી ૩ જુલાઈ ર૦ર૪ સુધી નવા ચૂંટાયેલા સભ્યોના શપથ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેની પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial