Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ : આગામી વિવિધ વય જુથની વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જામનગર ડિસ્ટ્રીકટની વુમન્સ ક્રિકેટ ટીમ અંડર-ર૩, અંડર-૧૯ તથા અંડર -૧પ ના ખેલાડીઓ પસંદગી માટે તા. ૧પ તથા ૧૬ જૂને બે દિવસ માટે સવારે ૭ થી ૧ર અને બપોરે ૩ થી ૬ સુધી ક્રિકેટ બંગલાના મેદાન પર સીલેકશન નેટ યોજાનાર છે.
જે માટે જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, છેલ્લા ત્રણ વર્ષની પરીક્ષાના પરિણામ, બે ફોટા સાથે ક્રિકેટ બંગલાના મેદાન પર તા. ૧પ-૬ ના સવારે ૭ વાગ્યે કોચ મહેન્દ્રસિંહ ચૌહાણને રિપોર્ટ કરવાનો રહેશે. અંડર-૧પ માટે કટ ઓફ ડેઈટ તા.૧-૯-ર૦૦૯, અંડર-૧૯ માટે તા. ૧-૯-ર૦૦પ અને અંડર-ર૩ માટે તા. ૧-૯-ર૦૦૧ છે. સીલેકશન કમિટીના સભ્યો તરીકે કશ્યપભાઈ મહેતા, રીનાબા ઝાલા, વિજયભાઈ બાબરીયા, સુનિલભાઈ વાઘેલા સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial