Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ પાંચ-દસ દર્દી રિફર કરવાના થતા ખાનગી વ્યવસ્થા જ કરવી પડે!
ખંભાળીયા તા. ૧ર : દ્વારકા જિલ્લામાં આવેલી સૌથી મોટી ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ માત્ર એક જ હોય દર્દીઓ તથા તેમના સગા-વ્હાલાઓને ભારે પરેશાની થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે સરકારી હોસ્પિટલમાં ર૦૧૧ માં ટ્રાવેલર ફોર્મ ગાડી આપવામાં આવેલી જે સવાત્રણ લાખ કિ.મી. ચાલેલી હાલ બંધ ભંગાર સ્થિતિમાં છે. બે ટાટા વીગર ગાડી ર૦૧૩ તથા ર૦૧પ માં આપવામાં આવેલી જે પણ ત્રણ લાખ દસ હજાર કિ.મી. ઉપયોગમાં લેવાયેલી હતી તે પણ ભંગાર સ્થિતિમાં બંધ પડી છે. હાલ ઘડી કંપની દ્વારા સાંસદ પૂનમબેન માડમના ભલામણથી ફોર્સ ટ્રાવેલર આપેલી છે તે એક જ ગાડી છે. ધારાસભ્યની આપેલી મારૃતિ ઓમની છે પણ તે લાંબુ અંતર જામનગર સુધી ચાલે તેમ નથી તથા નવ વર્ષ જુની ગાડી છે જે ૧.૬૦ લાખ કિ.મી. ચાલી ગયેલ છે.
સરકારી હોસ્પિટલમાં રોજ ૪૦૦-પ૦૦ દર્દીઓ આવતા હોય તથા ૧૦૦-૧રપ દાખલ હોય તેમાં રોજ ૪-પ કે કયારેક ૮-૧૦ ને જામનગર કે અન્ય સ્થળે ખસેડવા માટે એમ્બ્યુલન્સ જરૃર પડે અને એક એમ્બ્યુલન્સ હોય તે જામનગર જાય તો પરત આવતા પ-૬ કલાક થતાં હોય છે. સમયગાળામાં ફરજિયાત લોકોને ખાનગી એમ્બ્યુલન્સ મોટા ભાડા ખર્ચી કરવી પડે તેવું થાય છે. સરકારી હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના દર્દી મફત, ઓછા ખર્ચે લાભ લેવા આવતા હોય ત્યારે એમ્બ્યુલન્સ એક જ હોય ત્યારેે પરેશાની થાય છે.
ભંગાર તથા ૩-૩ લાખ કિ.મી. પૂરા થયેલ એમ્બ્યુલન્સની વિગતો 'ઉપરવાળા' જાણતા હોવા છતાં નવી કે બીજેથી એમ્બ્યુલન્સ ના મુકતા ભારે રોષની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial