Advertisement
Author: નોબત સમાચાર

સિદ્ધાર્થ કોલોનીમાં સોમવારની રાત્રે બે મકાનમાં ખાતરઃ દોઢ લાખની મત્તા ગઈ

હોટલમાં જમવા ગયેલા આસામીના મોબાઈલની તફડંચીઃ

જામનગર તા. ૧૨: જામનગરની સિદ્ધાર્થ કોલોનીમાં એક આસામીના મકાનમાં સોમવારની રાત્રે ઘૂસેલા તસ્કરે સોના-ચાંદીના દાગીના, મોબાઈલ, રોકડ મળી રૂ.૧,૩૯,૫૦૦ની મત્તા ઉઠાવી હતી. બાજુમાં આવેલા બીજા મકાનમાંથી રૂ.૭ હજારનો મોબાઈલ ચોર્યાે છે. ઉપરાંત નાની બાણુગાર પાસે એક હોટલમાં જમવા ગયેલા અમદાવાદના આસામીનો મોબાઈલ પોણી કલાકમાં સેરવાઈ ગયો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૧૪માં રહેતા ગોવિંદભાઈ નારણભાઈ પરમાર નામના વૃદ્ધ સોમવારે રાત્રે પોતાના પરિવાર સાથે ઘરમાં નિદ્રાધીન થયા પછી રાત્રિના બે વાગ્યાથી સવારના સાડા ચાર વાગ્યા દરમિયાન તેમના મકાનમાં તસ્કર ઘૂસ્યો હતો.

આ તસ્કરે મુખ્ય દરવાજો ખોલી નાખી પ્રવેશ મેળવ્યા પછી એક ઓરડામાં પડેલા કબાટની તિજોરી ખોલી હતી. તેમાંથી રૂ.૬૦ હજાર રોકડા અને રૂ.૬૪ હજારના સોના, ચાંદીના દાગીના તેમજ રૂ.૧૫૫૦૦ની કિંમતનો મોબાઈલ ઉઠાવી લીધો હતો.

તે ઉપરાંત બાજુમાં જ આવેલા શંકરભાઈ ટપુભાઈ ચૌહાણના મકાનમાં પણ ચોરીના ઈરાદે ઘૂસેલા શખ્સે અંદરથી રૂ.૭ હજારની કિંમતનો મોબાઈલ તફડાવ્યો હતો. બંને ચોરી અંગે ગોવિંદભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ.૧,૪૬,૫૦૦ની મત્તાની ચોરી કરવા અંગે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર નાની બાણુગાર ગામના પાટિયા પાસે આવેલી રાધિકા હોટલમાં ગયા રવિવારે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા નિરવભાઈ પરેશભાઈ પટેલ જમવા માટે ગયા હતા. જ્યાં તેમનો રૂ.૩૦ હજારની કિંમતનો એપલ કંપનીનો આઈફોન ૧૩ મોડલનો ફોન પોણી કલાકમાં ચોરાઈ ગયો હતો. નિરવભાઈએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh