Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓના લાભાર્થે
ખંભાળીયા તા. ૧૨: રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંઘીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર-૨૦૨૪ અનુસાર રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં આયોજ્ન કરવાનું નક્કી કરેલ છે.
રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેમાં પ્રત્યેક જિલ્લાના તાલુકા અને ઝોન કક્ષાએ યુવક-યુવતીઓ માટે નિયત કરેલા સ્થળે ચાર દિવસ માટે ૪૫ યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્ત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન થનાર છે. આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યકતિત્ત્વ વિકાસ માટે યુવક મંડળોની સ્થાપના, રચનાની કાર્ય પદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એક્તા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
જ્યારે શિબિરાર્થીઓના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓના શિબિરના સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છિત માત્ર અનુસૂચિત જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, રૃમ નંબર, સી-૧/૨, સી-૧/૪, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ-ખંભાળીયામાંથી ફોર્મ મેળવી લેવું અને જરૃરી આધાર પુરાવા જોડી ફોર્મ કચેરીમાં તા. ૨૦-૦૬-૨૪ સુધી જમા કરાવાવનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ તથા વધારે માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી વિનોદભાઇ ચૌધરી (મો.૯૯૦૯૧ ૮૦૦૫૭)નો સંપર્ક કરવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial