Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા રોડ પર હરીપર પાસે ઈકોની પલ્ટીઃ સાતેક વ્યક્તિને થઈ ઈજાઃ
ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયાથી લાલપુર વચ્ચેના માર્ગ પર હાપા-લાખાસર ગામ પાસે ગઈકાલે બપોરે એક બલેનો મોટર તેના ચાલકના કાબુ બહાર ગયા પછી પલ્ટી મારી ગઈ હતી. તેમાં જઈ રહેલા બે યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. આ યુવાનો લાલપુરના બબરજર પાસે એક કંપનીના ચાલતા કામ પર જતા હતા ત્યારે સંભવિતઃ રીતે ટાયર ફાટવાથી અકસ્માતનો ભોગ બન્યા હતા. તે ઉપરાંત ખંભાળિયા-સલાયા રોડ પર હરીપર પાસે એક ઈકો ગોથંુ મારી જતા તેમાં રહેલા સાત વ્યક્તિ ઘવાયા હતા.
ખંભાળિયાથી લાલપુર વચ્ચેના ધોરીમાર્ગ પર ગઈકાલે સાંજે જીજે-૩૭-બી ૮૧૮૧ નંબરની મારૃતી કંપનીની બલેનો મોટર પુરપાટ ઝડપે પસાર થઈ હતી.
તે મોટર જ્યારે હાપા-લાખાસર ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે તેના ચાલક ખંભાળિયાના શક્તિનગરવાળા શ્યામભાઈ નારણભાઈ ધારાણી (ઉ.વ.રર)એ કોઈ કારણથી કાબુ ગુમાવતા આ મોટર પલ્ટી ખાઈને અંદાજે ૧૦૦ ફૂટ જેટલી ફંગોળાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં મોટરના ચાલક શ્યામભાઈ તથા તેની સાથે રહેલા કૈલાસભાઈ નાથાભાઈ ધામેચા નામના યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. અંદાજે બપોરે અઢી વાગ્યે આ બનાવ બન્યો હતો જેના પગલે ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભવા માંડ્યા હતા. પલ્ટી ખાઈ જવાના કારણે મોટરનો બુકડો બોલી ગયો હતો. કોઈએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જેમાં બંને વ્યક્તિને સારવાર માટે ખંભાળિયા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બંને યુવાનો બબરજર ગામ તરફ એક ખાનગી કંપનીના કામ માટે જતા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાપા-લાખાસર ગામ પાસે આ મોટરમાં સંભવિતઃ રીતે ટાયર ફાટ્યું કે પંકચર પડ્યું હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટર પલ્ટી મારતા બંને યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને સારવાર કારગત નિવડે તે પહેલા બંનેના મૃત્યુ નિપજ્યા હતા.
મૃતક શ્યામભાઈ ગઢવી મોટર ચલાવતા હતા. તેઓ પોતાના પરિવારમાં પાંચ ભાઈઓમાં સૌથી નાના હોવાનું જાણવા મળ્યું છે. બીજા મૃતક કૈલાસભાઈ પાંચ-છ દિવસ પહેલાં જ કામ પર લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત અંગે પોલીસે શ્યામભાઈના મોટાભાઈ ભાયાભાઈ નારણભાઈ ધારાણીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપરોક્ત અકસ્માત ઉપરાંત ખંભાળિયાથી સલાયા વચ્ચેના રોડ પર હરીપર ગામ પાસે એક ઈકો મોટર ગોથું મારી જવાના અહેવાલો પણ બહાર આવ્યા છે. આ મોટર પણ ગોથું મારી ગઈ હતી. તેમાં બેસેલા સાતેક વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. તમામને ૧૦૮ મારફતે ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે આ અકસ્માતમાં જાનહાની થવા પામી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial