Advertisement
Author: નોબત સમાચાર

'મોદી મેજીક'નો ફાંકો હતો તે ફૂસ્સ થયો... અહંકાર હાર્યો!

આર.એસ.એસ.ની અવગણના ભારે પડી ગઈઃ

'પ્રધાન સેવક' તરીકે પોતાને પ્રસ્તુત કરતા પ્રધાનમંત્રી તથા યુ.પી.ના બુલડોઝર બાબા યોગી આદિત્યનાથની જોડી લોકસભાની ચૂંટણી પછી સૌથી વધુ ચર્ચામાં છે, અને હવે તો આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે પણ તીખા-તમતમતા વ્યંગ્યબાણો છોડતા ભાજપ સહિતની ભગવા બ્રિગેડ ભેરવાઈ પડી હોવાની પોલિટિકલ ડિબેટ થવા લાગી છે.

અખિલેશ યાદવ ગેલમાં છે અને રાહુલ ગાંધી ફૂલ ફોર્મમાં છે, કારણ કે 'મોદી મેજીક' લોકસભાની ચૂંટણીમાં ફિક્કો પડી ગયો અને ખુદ વડાપ્રધાન પણ દસ લાખ મતથી જીતવાના ભૂતકાળના દાવાઓને અનુરૃપ લીડ મેળવી શક્યા નથી. તેથી રાહુલ ગાંધી કહે છે કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી લડ્યા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ ચૂંટણી હારી ગયા હોત!

ઉત્તરપ્રદેશમાં આર.એસ.એસ. આ વખતે નિષ્ક્રિય રહ્યું હતું, તેથી ત્યાં ભાજપને ફટકો પડ્યો હોવાનું એક મજબૂત કારણ પણ ચર્ચામાં છે, કારણ કે વર્ષ ર૦૧૯ ની લોકસભા ચૂંટણી પછી ભાજપને ઘમંડ આવી ગયો હતો, અને તે આરએસએસને પણ ગાંઠતું નહોતું. ખાસ કરીને મોદી અને યોગીની વ્યક્તિગત પ્રતિભાના કારણે જ ઉત્તરપ્રદેશ અને દેશમાં ભાજપને જંગી લીડ મળે છે તેવો ઘમંડ લોકસભામાં ભાજપની પછડાટ માટે વધુ કારણભૂત હતો, તેમ જણાવીને કેટલાક વિશ્લેષકો 'એક અકેલા સબ પે ભારી' જેવા સૂત્રોની યાદ કરાવીને કટાક્ષો કરી રહ્યા છે.

વિપક્ષો અને વિશ્લેષકો જ નહીં, હવે તો આરએસએસના વડા મોહન ભાગવત સ્વયં દર્પણ દેખાડી રહ્યા છે. પહેલા મણિપુરની ચિંતા વ્યક્ત કરીને ભાગવતે પરોક્ષ રીતે પી.એમ. મોદીને ટપાર્યા, અને પછી સ્પષ્ટ રીતે એવું કહી દીધું હોવાનું કહેવાય છે કે જેથી એ સસ્પેન્સ ખુલી ગયું કે ઉત્તરપ્રદેશ સહિત જ્યાં જ્યાં આરએસએસનું નેટવર્ક તદ્ન નિષ્ક્રિય રહ્યું, ત્યાં ત્યાં ભાજપને જબરો ફટકો પડ્યો હોઈ શકે છે.

મોહન ભાગવતે કહ્યું કે વાસ્તવિક 'સેવક' મર્યાદામાં રહે છે અને ક્યારેય ઘમંડી હોઈ શકે નહીં. જે સાચો જનસેવક હોય, એ ક્યારેય અહંકાર કરતો નથી. આ શબ્દપ્રયોગો કોના માટે થયા તે ઓપન સિક્રેટ છે.!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર પંચજન્યને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આર.એસ.એસ. દ્વારા ભાજપની ટીકા કરવામાં આવી છે. મુખપત્રમાં લખાયું છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો ભારતીય જનતા પક્ષના અતિઉત્સાહી કાર્યકરો અને 'નેતાઓ' માટે રિયાલિટી ચેક છે, જેઓ પોતાની દુનિયામાં જ રાચતા હતાં, અને પી.એમ. મોદીની ચકાચોંધમાં ડૂબેલા હતાં, અને તેથી જ સામાન્ય જનતાનો અવાજ તેના સુધી પહોંચી શક્યો નહીં!

આર.એસ.એસ.ની ભાજપને જરૃર જ નથી અને મોદી મેજીક તથા યોગીના કરિશ્માના આધારે યુપીમાં તમામ ૮૦ બેઠકો તથા એકલું ભાજપ દેશમાં ૩૬૦ બેઠકો મેળવશે, તથા એનડીએ ૪૦૦ ને પાર કરશે તેવો ફાંકો આવી ગયો હતો, જેનો ફૂગો ફૂટી ગયો છે, તેનું આ પરિણામ છે, તે પ્રકારના વિશ્લેષણો થઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh