Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય સેનાના વડા તરીકે ૩૦ જૂને લેશે ચાર્જ
નવી દિલ્હી તા. ૧રઃ નવી સરકાર પછી નવા આર્મી ચીફની વરણી થઈ છે, અને ઉપેન્દ્ર દ્વિવેદીનું નામ ફાઈનલ થયું છે. વર્તમાન આર્મી ચીફ મનોજ પાંડે નિવૃત્ત થયા પછી તેઓ ૩૦ જૂને ચાર્જ સંભાળશે.
ભારતમાં નવી સરકારની રચના પછી તરત જ ભારતીય સેનાને પણ નવા વડા મળી ગયા છે. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ભારતીય સેનાના નવા આર્મી ચીફ બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતના વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ ૩૦ જૂને પૂરો થઈ રહ્યો છે, ત્યારે ઉપેન્દ્ર દ્વિવેદી ૩૦ જૂનની બપોરથી ભારતીય સેનાની કમાન સંભાળશે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પીવીએસએમ, એવીએસએમ હાલમાં ભારતીય સેનાના વાઈસ ચીફ તરીકે સેવા આપે છે. દ્વિવેદી ૩૦ જૂને તેમની નિવૃત્તિ પછી વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પીવીએસએમ, એવીએસએમ, વીએસએમનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદીને પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ), અતિ વિશિષ્ટ સેવા મેડલ (એવીએસએમ) અને ત્રણ જીઓસી-ઈન-સી કમેન્ડેશન કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો જન્મ ૧ જુલાઈ, ૧૯૬૪ ના થયો હતો. તેમને ૧પ ડિસેમ્બર ૧૯૮૪ ના ભારતીય સેનાની પાયદળ (જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ) માં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે લગભગ ૪૦ વર્ષ સુધી વિવિધ કમાન્ડ, સ્ટાફ, સૂચનાત્મક અને વિદેશી નિમણૂકોમાં સેવા આપી છે. ઉપેન્દ્ર દ્વિવેદીએ રેજિમેન્ટ (૧૮ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ), બ્રિગેડ (ર૬ સેક્ટર આસામ રાઈફલ્સ), ડીઆઈજી આસામ રાઈફલ્સ (ઈસ્ટ) અને ૯ કોર્પ્સમાં સેવા આપી છે.
ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના વાઈસ ચીફ તરીકે નિયુક્ત થયા પહેલા ર૦રર-ર૦ર૪ સુધી ડાયરેક્ટર જનરલ ઈન્ફન્ટ્રી અને જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ (એચક્યુ નોર્ધન કમાન્ડ) સહિતના મહત્ત્વના હોદ્દા પર સેવા આપી છે.
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સૈનિક સ્કૂલ રીવા, નેશનલ ડિફેન્સ કોલેજ અને યુએસ આર્મી વોર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેણે ડીએસએસસી વેલિંગ્ટન અને આર્મી વોર કોલેજ, મહુમાં પણ અભ્યાસ કર્યો છે. ઉપેન્દ્ર દ્વિવેદીએ ડિફેન્સ અને મેનેજમેન્ટમાં એમ. ફિલ અને સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને મિલિટરી સાયન્સમાં બે માસ્ટર ડીગ્રી ધરાવે છે.
દેશના નવા આર્મી ચીફને ઉત્તર અને પશ્ચિમી સરહદો પર કામ કરવાનો ઘણો અનુભવ છે. તેણે કાશ્મીર અને રાજસ્થાનમાં યુનિટની કમાન પણ સંભાળી છે. તેમની પાસે માત્ર આતંકવાદ સામે લડવાનો અનુભવ નથી, પરંતુ તેમની પાસે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં પણ કુશળતા છે. નવા આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી પણ સેનાના આનુધિકીકરણની પ્રક્રિયામાં સામેલ થયા છે. આત્મનિર્ભર ભારત તરીકે તેમણે સેનામાં સ્વદેશી શસ્ત્રોનો સમાવેશ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial