Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગઃ સોશિયલ મીડિયા સાથે
જામનગર તા. ૧૨: ગુજરાતમાં એસીબી દ્વારા ૧૦ કેસમાં રૂ. ૨૫ કરોડથી વધુ અપ્રમાણસર મિલકતો શોધી કાઢવામાં આવી છે. તે ઉપરાંત અદ્યતન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે લોકોને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહભાગી થવા અપીલ સહિત જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પ્રો-એક્ટીવ કામગીરી હાથ ધરી જે સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની હકીકત પ્રાપ્ત થાય તેવી કચેરીમાં ડિકોયનું આયોજન કરી કુલ ૧૩ જેટલા સફળ કેસ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ ૧૦૪ લાંચ અંગેના કેસો કરવામાં આવેલ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/ કર્મચારી શોધી કાઢી અત્યાર સુધીમાં કુલ ૧૦ કેસ દાખલ કરી કુલ- રૂ. ૨૫,૦૪, ૭૦,૨૭૮ની અપ્રમાણસર મિલકત શોધી કાઢવામાં આવેલ છે. આમ, સરકારનાં માર્ગદર્શન અને પૂરતા સહકારથી બ્યુરો દ્વારા હાલમાં ભ્રષ્ટાચારીઓ વિરૃદ્ધ મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે.
લાંચ કેસ તેમજ અપ્રમાણસર મિલકતનાં કેસોમાં ઠોસ તપાસ થાય તેમજ વધુને વધુ સારી રીતે પુરાવાઓ એકત્રીત કરી શકાય તે માટે સરકાર તરફથી જુદા જુદા વિષયના નિષ્ણાતોની સેવાઓ પૂરી પાડવામાં આવી રહેલ છે. આ માટે લીગલ, ફોરેન્સીક, ટેકનિકલ, રેવન્યુ અને ફાયનાન્સીયલ એડવાઈઝરની નિમણૂક કરવામા આવેલ છે. બ્યુરોને વધુ આધુનિક બનાવવા માટે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય તે સારુ સરકાર તરફથી બ્યુરોની માંગણી મુજબનો તમામ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવેલ છે. જેના ભાગરૃપે ચાલુ નાણાકીય વર્ષમાં સ્પાય કેમેરા, વોઈસ રેકોર્ડર તેમજ ગુપ્તતા જળવાય રહે તે મુજબના અન્ય અદ્યતન સાધનો પૂરા પાડવામાં આવેલ છે. આ ઉપરાંત લોજિસ્ટીક સપોર્ટ માટે કોમ ્પ્યુટર તેમજ રેઈડ કાર્યવાહી માટે રેડીંગ પાર્ટીની ઓળખ ન થઈ શકે તે પ્રકારનાં વાહનો પૂરા પાડવામાં આવેલ છે.
લાંચ વિરોધી મહા અભિયાનમાં વધુમાં વધુ પ્રજાજનોને જોડવા માટે રાજ્યસ્તરે નિરંતર જાગરુકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં એ.સી.બી. ટોલ ફ્રી નંબર ૧૦૬૪ તથા વોટસ અપ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ ની જાહેરાત કરવામાં આવી રહી છે. ગ્રામીણ ક્ષેત્રે પંચાયત, સહકારી દૂધ ડેરી તેમજ સહકારી ખેતી મંડળીઓમાં ટોલ ફ્રી નંબરના પોસ્ટર-સ્ટીકર લગાવવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડાની મુલાકાત લેતા પ્રજાજનોને એ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓ સ્ટોલ લગાવી જાગૃતિ ફેલાવવા તેમજ વિચાર સંપાદીત કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વિગેરેના માધ્યમથી બ્યુરોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial