Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનકલ્યાણ નાયબ મુખ્યમંત્રીઃ પચ્ચીસનું મંત્રીમંડળ
વિજયવાડા તા. ૧રઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રાબાબુ નાયડૂએ શપથ ગ્રહણ કર્યા છે. શપથવિધિ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત હતા, તેવા અહેવાલો આવી રહ્યા છે.
તેલુગુ દેશ પાર્ટી એટલે કે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાની બહાર ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો હતો. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતાં.
મંગળવારે વિદ્યાયક દળના નેતા તરીકે ચૂંટાયા પછી ટીડીપી, બીજેપી અને જનસેના ગઠબંધનના નેતાઓ વિજયવાડામાં રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
ચંદ્રાબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ સહિત રપ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશનો પણ સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની સદસ્યતા અનુસાર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત ર૬ મંત્રીઓ હોઈ શકે છે. પવન કલ્યાણને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
આંધ્રપ્રદેશમાં ટીડીપી-પવન કલ્યાણની જનસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. આંધ્રપ્રદેશમાં એનડીએ ને ૧૬૪ વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ટીડીપીને ૧૩પ, જનસેના પાર્ટીને ર૧ અને ભાજપને ૮ બેઠકો મળી છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૯પ થી ર૦૦૪ અને ૨૦૧૪ થી ર૦૧૯ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમણે ર૦૦૪ થી ર૦૧૪ સુધી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી. ૧૯૭૦ ના દાયકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે તેમની કારિકર્દી શરૃ થઈ હતી. ૧૯૭૮માં, તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભા માટે ચૂંટાયા હતાં, ૧૯૮૦ થી ૧૯૮ર સુધી તેમણે રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
તે પછી તેઓ ટીડીપીમાં જોડાયા હતાં જેની સ્થાપના તેમના સસરા એનટી રામા રાવ દ્વારા કરવામાં આવી હતી. ચંદ્રાબાબુ નાયડુએ ૧૯૮૯ થી ૧૯૯પ સુધી ટીડીપી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી.
આ સમયગાળા દરમિયાન તેઓ એક ઉચ્ચ-પ્રોફાઈલ વિપક્ષી નેતા બન્યા એનટી રામારાવના નેતૃત્વ સામે પક્ષના આંતરિક બળવા પછી તેઓ ૧૯૯પ માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને વર્ષ ર૦૧૮ માં ચંદ્રાબાબુ નાયડુએ એનડીએ સાથે સંબંધો તોડી નાખ્યા હતાં. તેની પાછળનું મુખ્ય કારણ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું હતું.
ર૦૧૯ ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ટીડીપીની કારમી હાર થઈ હતી, અને ર૦ર૪ માં તેઓ એનડીએમાં સત્તામાં પરત ફર્યા છે.
આંધ્રમાં ટીડીપી, ભાજપ અને પવન કલ્યાણની જનસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. નાયડુએ ૧૯૯૬ અને ૧૯૯૮ માં યુનાઈટેડ ફ્રન્ટનું નેતૃત્વ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારને ટેકો આપ્યો હતો. તેમની રાજકીય કારકિર્દીનો આ એક મહત્ત્વપૂર્ણ તબક્કો હતો, જેણે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મજબૂત બનાવ્યા હતાં.
ચંદ્રાબાબુ નાયડુએ ૧૯૮૧ માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા એનટી રામારાવના પુત્રી નારા ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા હતાં. દરમિયાન એનટી રામારાવે ૧૯૮ર માં તેલુગુ દેશમાં પાર્ટી (ટીડીપી)નો પાયો નાખ્યો હતો. એનટી રામારાવે કહ્યું કે તેઓ આંધ્રપ્રદેશની રાજનીતિને ભ્રષ્ટાચારથી મુકત કરવા માંગે છે. ટીડીપીની સ્થાપના સાથે, ચંદ્રાબાબુ નાયડુને પણ પક્ષ બદલ્યો અને તેમના સસરા એનટી રામારાવની પાર્ટીમાં જોડાયા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial