Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૈષ્ણોદેવી જઈ રહેલા યાત્રિકોની
શ્રીનગર તા. ૧રઃ જમ્મુ-કાશ્મીરમાં યાત્રિકોની બસ પર હુમલો કરનાર આતંકીનો સ્કેચ જાહેર કરીને તેના વિષે માહિતી આપનારને ર૦ લાખના ઈનામની જાહેરાત પોલીસે કરી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ રિયાસીમાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે આ હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે અને તેના વિશે માહિતી આપનારને ર૦ લાખ રૃપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આંતકવાદીના ઠેકાણા વિશે કોઈપણ માહિતી આપનારને ર૦ લાખ રૃપિયાનું ઈનામ જાહેર કરાયું છે. સુરક્ષાદળોની ટીમ સતત આતંકવાદીની શોધમાં લાગેલી છે.
પોલીસ પ્રવકતાના હવાલાથી તેના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે રિયાસી પોલીસ પૌની વિસ્તારમાં પેસેન્જર બસ પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીના ઠેકાણા વિશે કોઈપણ માહિતી આપનારને ર૦ લાખ રૃપિયાનું ઈનામ આપશે. હાલમાં પ્રત્યક્ષદર્શીઓએ આપેલી વિગતોના આધારે આતંકાદીઓને સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે અને લોકોને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે.
રવિવારે (૯ જૂન ર૦ર૪), આતંકવાદીઓએ કટરામાં શિવ ખોરી મંદિરથી માતા વૈષ્ણો દેવી મંદિર તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જઈ પ૩ સીટર બસ પર હુમલો કર્યો હતો. આ ઘટના પૌની વિસ્તારના નેરાયથ ગામ પાસે બની હતી. આ હુમલામાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી તીર્થયાત્રીઓને લઈ જતી બસ ફાયરિંગ બાદ રિયાસી જિલ્લામાં ઉંડી ખાઈમાં પડી ગઈ હતી, જેના કારણે ૯ લોકોના મોત થયા હતાં અને ૪૧ લોકો ઘાયલ થયા હતાં.
જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે રિયાસી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સુરક્ષા કર્મચારીઓની ૧૧ ટીમો જમીન પર કામ કરી રહી છે અને રાનસુ-પૌની-ત્રાયથ બેલ્ટની આસપાસ એક બહુ-દિશાવાળી ઘેરી બનાવવામાં આવી છે. હાલ પોલીસને આશંકા છે કે આ હુમલાઓમાં લશ્કર-એ-તૌયબા સામેલ હોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial