Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોવીસ લાખ વિદ્યાર્થીઓમાં ૧પ૧માં ક્રમે
ખંભાળીયા તા. ૧૨ : તાજેતરમાં ઓલ ઈન્ડિયા કક્ષાએ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયેલું જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા મેઘપર ટીટોડી ગામની આહિર કન્યા પલક આંબલિયાએ વગર ટયુશન કોચીંગ કલાસ વગર જ માત્ર શાળા તથા પિતાના માર્ગદર્શન હેઠળ ૭ર૦ માંથી ૭૧પ ગુણ મેળવીને અનોખી સિદ્ધિ મેળવી આહિર જ્ઞાતિ તથા દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તથા ર૪ લાખ પરીક્ષાર્થીઓમાં ૧પ૧ માં ક્રમે આવી છે.
પલ આંબલીયા કે નાનકડા મેઘપર ટીટોડી ગામમાં પ્રાથમિક અભ્યાસ કરીને તેમના પિતા વેજાણંદભાઈ આંબલિયા કે જે હાઈસ્કૂલનું શિક્ષણ જ મેળવેલા છે તેમના માર્ગદર્શન હેઠળ કોઈ કોચીંગ કલાસ કે ટ્યુશન વગર આ રેકોર્ડરૃપ સિદ્ધિ મેળવી છે.
પલકે એક મુલાકાતમાં જણાવેલ કે માત્ર શાળામાં અભ્યાસ કરીને તથા તેમના પિતા દ્વારા યાદ રાખવાની પદ્ધતિ તથા માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી છે તથા હવે એમબીબીએસમાં પ્રવેશ લઈ દાકતરી સ્નાતક થઈ ને આગળ આઈએએસની પરીક્ષા આપવી છે તથા આ ગૌરવપ્રદ નોકરી કરવી છે. અથાક મહેનત તથા આયોજનપૂર્વક અભ્યાસ અને વડીલ પિતાનું માર્ગદર્શન મળતું હોય તો શ્રેષ્ઠ થવાને કોઈ રોકી શકે નહીં !! પલકની મોટી બહેન માનસીએ પણ નીટમાં સારા ગુણ મેળવ્યા હતાં તથા હાલ જામનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરે છે આ વિશિષ્ટ સિદ્ધિ બદલ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમે આ પરિવારને અભિનંદન આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial