Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એટલું સમજી લેજો...
જામનગર તા.૧૨ : કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ સાથે એનડીએ સરકારે સત્તાના સુકાન સંભાળી લીધા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૯મી જૂને સાંજે શપથગ્રહણ કર્યા તે પહેલાં સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળે જઈને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશની સુરક્ષા કાજે વીરગતિ પામનાર દેશના શહીદોને પણ શહીદ સ્મારક જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ બાબતનો ઉલ્લેખ એટલા માટે પૂર્વભૂમિકા રૃપે રજુ થયો છે કે વિશ્વમાં અત્યારે જેની સૌથી શક્તિશાળી અને લોકપ્રિય નેતા તરીકે ગણના થાય છે તેવા આપણા વડાપ્રધાને ભારતને સત્ય અને અહિંસાના માધ્યમથી આઝાદી અપાવી તેવા વિશ્વવિભૂતિ, ભારતના રાષ્ટ્રપિતા, અહિંસાના પૂજારી, રામભકત સર્વધર્મ પ્રત્યે આધારભાવ રાખનારા અને દેશમાં દલિતો પ્રત્યેના ધૂત અધૂતની વિચારધારાને નેસ્તનાબુદ કરનારા પૂજય બાપુની સમાધિએ જઈને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં જે મહાત્માની વિશ્વના અનેક દેશોમાં સરકારી ઈમારતો પાસે ભવ્ય પ્રતિમાઓ શાંતિના સંદેશા સાથે છે તેવા આપણા રાષ્ટ્રપિતાના આદર્શો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્તા ધારણ કરી છે.
એટલું જ નહીં પણ જ્યારે નવા રચાયેલા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક જે હોલમાં હતી ત્યાં સમગ્ર હોલમાં પણ એકમાત્ર મહાત્મા ગાંધીજીની જ તસ્વીર હતી. આ તમામ બાબતોનો એક અલગ સંદેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને આપ્યો છે.
અને.. સાથે સાથે મહાત્મા ગાંધીજીના હત્યારાની પૂજા-કથા-વાહવાહી કરનારા, ગાંધીજીનું અપમાન કરવા જેવા જઘન્ય કૃત્યો આચરનારાઓની ટોળકીને અને તેના અન્ય બેઠેલા આગેવાનોના ગાલ ઉપર જોરદાર થપ્પડ મારી છે.. .ખબરદાર. જો હવે ગાંધીજીનું અપમાન કર્યું છે તો..!
ખાસ કરીને જામનગરમાં ગાંધીજીના હત્યારાની વાહવાટી કરનારી ટોળકી સામે રાષ્ટ્રપિતાનું અપમાન કરવાના ગુન્હા સંદર્ભમાં જિલ્લા વહીવહી તંત્ર કે જિલ્લા પોલીસે કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કરી નથી. જેથી છાસવારે ગણ્યા ગાંઠ્યા શખ્સોની ટોળકી હત્યારાની પૂજા કરવાની નીચ હરકતો કર્યા રાખે છે.
પણ હવે ભાજપના નાનામાં નાના કાર્યકર, ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપના હોદ્દેદારો સહિતના સૌએ વડાપ્રધાનના આ સંદેશને ગંભીરતાપૂર્વક લેવાની તાતી જરૃર છે. હવે ગાંધીજીનું અપમાન કરનારા આપણા લોકપ્રિય અને સતત ત્રીજી વખત વડાપ્રધાનપદે બિરાજમાન થયેલા નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનું પણ અપમાન કરી રહ્યા છે... હવે તો જાગો...!
જોઈએ... જામનગરની આ ટોળકી સામે ભાજપના લોકો કેવી પ્રતિક્રિયા દર્શાવે છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial