Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ કાર્યક્રમ હેઠળ ૯૦૦ થી વધુ ફરિયાદીઓનો કરાયો સંપર્કઃ
જામનગર તા. ૧રઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરૃદ્ધની લડાઈમાં લાંચ રૃશ્વત વિરોધી બ્યૂરો દ્વારા તાજેતરમાં સરકારક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને ફરિયાદીઓના રક્ષણ માટે 'કેર' પ્રોગ્રામ શરૃ કરાયો છે.
લાંચ રૃશ્વત વિરોધી બ્યૂરોમાં લાંચ અંગેની ફરિયાદ આપવામાં આવે ત્યારપછી ફરિયાદીને જે તે વિભાગ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાની ઘણી રજૂઆતો બ્યૂરો તથા સરકાર કક્ષાએ થતી હતી. આ સ્થિતિને નિવારવા અને ફરિયાદીને યોગ્ય અને પૂરતુ રક્ષણ મળી રહે તે સારૃ સરકાર તરફથી મળેલ જરૃરી સૂચના અને માર્ગદર્શન આધારે નિયામક દ્વારા બ્યૂરોમાં 'કેર' (ક્રીન્ગ ઓફ એપ્લિકાન્ટ એન્ડ રિસપોન્ડીંગ ઈફેક્ટીવલી) પ્રોગ્રામ ર૬ મી જાન્યુઆરી ર૦ર૪ થી અમલમાં મૂકવામાં આવેલ છે.
આ પ્રોગ્રામ અંતર્ગત બ્યૂરોના દરેક અધિકારી/ કર્મચારી એક માસમાં ઓછામાં ઓછા એક ફરિયાદીને રૃબરૃમાં તેઓના નિવાસસ્થાને કે કામકાજ સ્થળે જઈ સંપર્ક કરશે અને ફરિયાદી બન્યા પછી તેઓને કોઈ મુશ્કેલી કે કનડગત થતી હોય તો તે જાણી, તેના યોગ્ય અને સુખદ નિવારણ માટે જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 'કેર' પ્રોગ્રામના અમલીકરણથી ભ્રષ્ટાચાર વિરૃદ્ધની લડાઈમાં ફરિયાદ કર્યા પછી જાગૃત નાગરિકને કનડગત ન થાય તેની તકેદારી એ.સી.બી. ગુજરાત તરફથી રાખવામાં આવી રહેલ છે.
આ પ્રોગ્રામ થકી ભ્રષ્ટાચાર વિરૃદ્ધની લડાઈમાં સહભાગી બનવા માંગતા તમામ નાગરિકોમાં પોતાનો આત્મવિશ્વાસ વધશે અને તે થકી બ્યૂરો પ્રત્યેના વિશ્વાસમાં વધારો કરવાનો રહેલો છે. જો કોઈ સરકારી અધિકારી/કર્મચારી એ.સી.બી.ના ફરિયાદ સાથે યોગ્ય વર્તન ન કરતા હોય તો તેઓના વિભાગ કક્ષાએ અવગત કરાતા સરકાર કક્ષાએથી યોગ્ય પગલાં લેવામાં આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૯૦૦ થી વધુ ફરિયાદીઓનો સંપર્ક કરવામાં આવેલ છે. આ કારણથી ફરિયાદીઓ તથા નાગરિકોમાં બ્યૂરો પ્રત્યેનો વિશ્વાસ વધવા પામેલ છે. જેના કારણે નાગરિકો તરફથી ભ્રષ્ટાચાર વિરૃદ્ધ મળતી ફરિયાદોમાં પણ વધારો થયેલ છે. વધુમાં કેર પ્રોગ્રામમાં ડિઝિટલાઈજેશન સ્વરૃપે માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. જેથી સંગ્રહિત માહિતીઓ ઝડપી અને સુચારૃરૃપથી ઉપયોગ થઈ શકે.
સરકારી યાદી વધુમાં જણાવે છે કે, આરોપીઓને સજા થાય તથા કન્વિક્શન રેટ સુધરે તે હેતુથી એકમ દીઠ મદદનીશ નિયામકના અધ્યક્ષતામાં કન્વિક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે. જે આ વિષયો હાથ ધરી રહેલ છે. એ.સી.બી.ના કેસ નોંધાયા પછી અદાલતમાં ચાલવા પર આવે ત્યારે આરોપીને સજા થાય અને કન્વિક્શન રેટ ઊંચો આવે તે માટે સરકારશ્રી તરફથી મળેલ માર્ગદર્શન આધારે દરેક જિલ્લા/પોલીસ સ્ટેશન કક્ષાએ દર માસે એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુનાના રેડીંગ પાર્ટીના અધિકારી, તપાસ અધિકારી, સરકારી વકીલશ્રી અને સંબંધિત એક્મના મદદનીશ નિયામકશ્રી તથા પોલીસ ઈન્સ્પેક્ટર સાથે મળી ચાલુ માસમાં અદાલતમાં ચાલી રહેલ કેસોના પુરાવાકીય અને કાયદાકીય પાસાઓ અંગે ચર્ચા કરી અદાલતમાં સરકાર પક્ષે સચોટ રજૂઆત થાય તે માટે સઘન આયોજન કરે છે. આમ, કન્વિક્શન રેટ વધારવા પર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પ્રથમ ત્રિમાસિક કન્વિક્શન રેટ ૪૬ ટકાનો રહેલ છે. મોરબી સેસન્સ અદાલતમાં એક જ દિવસે એ.સી.બી.ના જુદા જુદા ત્રણ કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવી જેલની સજા અને રોકડ દંડ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા તમામ પ્રકારના કેસોનું એડીશનલ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં રચવામાં આવેલ કોર કમિટી દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial