Advertisement
Author: નોબત સમાચાર

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીને હાર્ટએટેક

પારીયાણી પરિવાર સ્તબ્ધઃ

જામનગર તા. ૧૨: જામનગરના એક પરિવારની ૨૩ વર્ષની પુત્રી અમદાવાદ નજીક ગાંધીનગરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. આ યુવતીનું હૃદયરોગનો હુમલો આવી જતાં નિધન થયું છે.

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં વસવાટ કરતા પારીયાણી પરિવારની ૨૩ વર્ષની પુત્રી જ્હાન્વી સુરેશભાઈ હાલમાં ગાંધીનગર-અમદાવાદમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી.

આ યુવતીનું હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે તેણીના પરિવારને સ્તબ્ધ બનાવી દીધો છે. આ યુવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપી સારી નોકરી પ્રાપ્ત કરવાના ધ્યેયથી ગાંધીનગરમાં રહેતી હતી અને તેણીને હાર્ટએટેક આવી જતાં અરેરાટી પ્રસરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh