Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપની પ્રથમ સરકારનો ભૂવનેશ્વરમાં શપથવિધિ સમારોહ
ભૂવનેશ્વર તા. ૧રઃ ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર રચાવા જઈ રહી છે. આજે સાંજે પ કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં પીએમ મોદી સહિત એનડીએના દિગ્ગજો હાજર રહેશે. મુખ્યમંત્રી પદે મોહનચરણ માંઝી શપથ લેશે.
ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આજે સાંજે પ વાગે ભૂવનેશ્વરના જનતા મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. મોહન ચરણ માંઝી ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ક્યોંઝર બેઠક પરથી ૪ વખત ધારાસભ્ય રહેલા મોહન માંઝી ઓડિશામાં આદિવાસીઓનો બુલંદ અવાજ છે.
ઓડિશામાં પહેલી વખત બે ઉપમુખ્યમંત્રી પણ બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી એક છે બીજેપીના વરિષ્ઠ નેતા કે.વી. સિંહ દેવ અને પ્રથમવાર ધારાસભ્ય બનેલા પ્રભાતી પરિદા. તેઓ ડે. સીએમ પદના શપથ લેશે. આ સમારોહમાં પી.એમ. મોદી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. મહત્ત્વનું છે કે ભાજપ દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભૂવનેશ્વરમાં ભાજપ વિધાયક દળની બેઠક યોજાઈ હતી, જેમાં મોહન માંઝીને સર્વાનુમત્તે ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, ઓડિશામાં નવીન પટનાયકની સરકાર હતી, પરંતુ આ વખતે પહેલીવાર બીજેપીએ પ્રચંડ જીત મેળવી છે. ૧૪૭ બેઠક ધરાવતી વિધાનસભામાં આ વખતે બીજેપીએ ૭૮, બીજેડીએ પ૧ અને કોંગ્રેસે ૧૪ તથા સીપીએમને ૧ અને અન્યને ૩ બેઠક મળી હતી. નવીન પટનાયક એક સમયે એનડીએનો ભાગ હતાં, પરંતુ ર૦૦૯ માં તેઓ એનડીએથી અલગ થઈ ગયા હતાં. આ પછી તેઓ ઓડિશામાં પોતાના દમ પર સરકાર ચલાવી રહ્યા હતાં. આ પરિણામો સાથે ઓડિશામાં રપ વર્ષથી સત્તા પર રહેલા નવીન પટનાયકની રાજનીતિનો અંત આવી ગયો છે અને આજથી અહીં ભાજપની નવી સરકાર બનવા જઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial