Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં જુગારના દરોડામાં પાંચ ઝડપાયાઃ
જામનગર તા. ૧૨: જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ચાર શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. એક નાસી જવામાં સફળ થયો હતો. જ્યારે દ્વારકા શહેરમાંથી ત્રણ પત્તાપ્રેમી પકડાઈ ગયા હતા. બે શખ્સને ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપી લેવાયા છે.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રઘુવીરસિંહ, જયદીપસિંહ, ક્રિપાલસિંહ સોઢાને મળતા પીઆઈ પી.પી. ઝાને વાકેફ કરાયા પછી દરોડો પડાયો હતો.
ત્યાંથી જયેશ નારણભાઈ મકવાણા, ઝાકીર કાસમ દરજાદા, સુનિલ ભરતભાઈ બારીયા, મયુર મનોજભાઈ બારીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસને જોઈને કિશન મનસુખભાઈ મકવાણા નાસી ગયો હતો. રૂ.૧૧,૩૦૦ રોકડા, ઘોડીપાસા કબજે કરી પાંચેય સામે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દ્વારકા શહેરમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સંજય હરદાસ માતકા, ભરતસિંહ ધીરૃભા જાડેજા, કિશન વસંતલાલ મીન નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૧,૩૦૦ રોકડા કબજે લીધા છે.
દ્વારકામાં એક હોટલ પાસે ગલીમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ભાવેશ કારાભાઈ અસ્વાર, ધીરજ ગોપાલભાઈ સરવૈયા નામના બે શખ્સને પોલીસે રૂ.૧૨૨૦ સાથે પકડી પાડ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial