Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની પોલીસ ફરિયાદના મુદ્દે છરી-પાઈપથી હુમલોઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક યુવતીએ પ્રેમલગ્ન કરતા તેનો ખાર રાખી ગઈકાલે તેણીના પરિવારજનોએ આ યુવતીને ગાળો ભાંડી ઝપાઝપી કર્યા પછી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી બાલવા ગામમાં એક યુવાનને ત્રણ શખ્સે છરી, પાઈપથી માર માર્યાે છે. સાધના કોલોનીમાં એક યુવકને ત્રણ શખ્સે લમધાર્યાે હતો. જ્યારે માણસોને કામ કર રાખવા મુદ્દે સિક્કામાં કોન્ટ્રાક્ટર પર ત્રણ શખ્સ તૂટી પડ્યા હતા.
જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલી ભંગાર બજાર નજીક આકાશગંગા એપાર્ટમેન્ટ પાસે ગાજર ફળીમાં રહેતા હુસેનાબેન નિર્મલભાઈ ચાવડા (ઉ.વ.રર) નામના યુવતી ગઈકાલે રાત્રે ગોવાળ મસ્જિદ પાસેથી જતા હતા ત્યારે તેમના લગ્નનો ખાર રાખી સલીમ હુસેન પઠાણ, સોહિલ સલીમ, મહેફુઝાબેન સલીમ, શકલીમ સલીમ પઠાણ નામના ચાર વ્યક્તિએ રોકી લઈ ગાળો ભાંડી ઝપાઝપી કર્યા પછી માર માર્યાે હતો અને હુસેનાબેન તથા તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં હુસેનાબેને ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુરના બાલવા ગામમાં ઈન્દિરા સોસાયટીમાં રહેતા ભાવેશ રાણાભાઈ ચુડાસમા ઉર્ફે પ્રવીણના ભાઈ દીપકે ત્રણેક વર્ષ પહેલા શાહરૃખ જુમા વગેરે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આવેદન પાઠવ્યું હતું. તે બાબતનો ખાર રાખી ગઈકાલે સવારે બાલવા ફાટક પાસે ભાવેશને રોકી લઈ શાહરૃખ તથા ઈમરાન ઉર્ફે ભુરા હાજી, સુલ્તાન જુમા, સદામ જુમા નામના ચાર શખ્સે છરી, પાઈપ વડે હુમલો કરી ગાળો ભાંડી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા રોહિત દિનેશભાઈ ત્રિવેદી ઉર્ફે ઝીંજોલા નામના યુવાન વંશરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાને ત્યાં કામ કરવા ગયા હતા ત્યારે વંશરાજસિંહે મારા ભાઈને કામ કરવાની ના કેમ પાડે છે તેમ કહી ગાળો ભાંડી હતી. તે પછી વંશરાજસિંહ અને સંજય, ધૈર્ય નિમાવત ઉર્ફે લાલુ નામના ત્રણ શખ્સે છરી, ઢીકાપાટુથી હુમલો કરી રોહિતને ઈજા પહોંચાડી હતી.
જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં રહેતા અનવરહુસેન મુબારક હુસેન સીદીક એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરવા ઉપરાંત મજૂરોને કામ પર રાખવાનું પણ કામ કરે છે. તેઓએ પરપ્રાંતમાંથી આવતા મજૂરોને નોકરી પર રાખતા સિક્કાના કોન્ટ્રાક્ટર કાસમ દાઉદ કકલે પોતાના માણસોને નોકરી પર રખાવવા પ્રયત્ન કર્યાે હતો. તે બાબતે મળવા માટે બોલાવી કાસમે બોલાચાલી કર્યા પછી ફડાકો ઝીંક્યો હતો અને સાથે રહેલા કાસમ સુંભણીયા, મકબુલે માર મારી ધમકી આપી હતી. સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial