Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉપરાંત સમાજના મહાનુભાવો રહેશે ઉપસ્થિતઃ
જામનગર તા. ૧૪ઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના સંયુક્ત ઉપક્રમે રાજપૂત દીકરીબાઓ માટે 'સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન' નામે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. ૧૬/૭ ને રવિવારે સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન વિશ્વકર્મા ગુર્જર સુતારની વાડી, ગાંધીનગર મેઈન રોડ, જામનગરમાં રાખવામાં આવી છે. ૧૪ થી ૩૦ વર્ષના દીકરીબાઓ તથા નવપરિણીત મહિલાઓ માટે આ શિબિર યોજવામાં આવી છે.
આ શિબિરના મુખ્ય વક્તાઓમાં ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી, ગુજરાત રાજ્ય), ૭૮-ઉત્તર જામનગરના ધારાસભ્ય રિવાબા આર. જાડેજા, એજીઆરવાઈએસના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ દશરથબા એમ. પરમાર અને દિપકસિંહ બી. ઝાલા, કા. પ્રદેશ અધ્યક્ષ રૃદ્રદત્તસિંહ વાઘેલા, આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ પી.ટી. જાડેજા, જામનગર તાલીમ ભવનના પ્રો.ડો. પ્રફુલાબા સી. જાડેજા, જામનગર મહિલા સંઘના પ્રમુખ ઉમાબા પી. ગોહિલ, મોરબી મહિલા સંઘના પ્રમુખ જયશ્રીબા ઝાલા આ ઉપરાંત હર્ષાબા જાડેજા, જ્હાન્વીબા ચુડાસમા અને નિકિતાબા જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમારંભના અધ્યક્ષ ડો. જયેન્દ્રસિંહ એમ. જાડેજા (મે. ટ્રસ્ટી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) અને ઉપાધ્યક્ષ દશરથબા એમ. પરમાર (પ્રદેશ અધ્યક્ષ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) છે. આ શિબિરનું ઉદ્ઘાટન ગુજરાત રજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રિવાબા આર. જાડેજાના હસ્તે કરવામાં આવશે.
આ શિબિરના મુખ્ય મહેમાન તરીકે પી.એસ. જાડેજા (પ્રમુખ-જામનગર રાજપૂ સમાજ), ગોવુભા કે. જાડેજા (પ્રદેશ અધ્યક્ષ-અ.ભા.કા. મહાસભા), ધર્મેન્દ્રસિંહ એન. ઝાલા (મંત્રી-જામનગર રાજપૂત સમાજ), મહેન્દ્રસિંહ જી. જાડેજા (પ્રમુખ-જામનગર જિલ્લા રાજપૂત સમૂહલગ્ન સમિતિ), પૂર્વ કોર્પોરટર પ્રફુલ્લાબા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સ્વ. દેવુભા રૃપસિંહ ચૌહાણ (હસ્તેઃ મહેન્દ્રસિંહ ચૌહાણ) (રેલવે કોન્ટ્રાક્ટર-લાલપુર), સ્વ. સુખદેવસિંહ એમ. જાડેજા (હસ્તેઃ ગિરિરાજસિંહ અને પરાક્રમસિંહ), જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ, ધી રાજપૂત સ્પોર્ટસ એન્ડ સ્ટડી સર્કલ-જામનગર, દેવશ્રીબા દિલીપસિંહ ગોહિલ, અને અશોકસિંહ બી. જાડેજા આ શિબિરના દાતાશ્રીઓ છે.
આ શિબિરમાં બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન ફી રૃા. પ૦ રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશન સ્થળ ઉપર સવારે ૮ વાગ્યે કરાવી શકાશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મો. ૯૪ર૮૭ રપર૮૩ અથવા મો. ૯૧પ૪૦ ૩૬૩૩૧ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial