Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને બુટલેગરને વડોદરા તથા સુરતની જેલમાં ધકેલાયાઃ
જામનગર તા.૧૫ ઃ ભાણવડના રાણપર ગામના બે શખ્સ સામે દારૃબંધી ભંગના ગુન્હાઓ નોંધાયા પછી બંને શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે. એકને વડોદરા તથા બીજાને સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના કરમણ જગાભાઈ કોડીયાતર તથા ધનાભાઈ આલાભાઈ કોડીયાતર નામના બે શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે.
ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં અંગ્રેજી શરાબનો મોટો જથ્થો સંગ્રહ કરીને રાખવા ઉપરાંત દ્વારકા તથા જામનગર જિલ્લામાં તેની સપ્લાય કરવા અંગે આ શખ્સો સામે અગાઉ ગુન્હો નોંધાયો હતો. તેઓની વિરૃદ્ધની માહિતીઓ એકત્રિત કર્યા પછી એલસીબી પીઆઈ કેે.કે. ગોહિલની રાહબરી હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.
તે દરખાસ્તને મંજૂરી મળતા એલસીબીએ ગઈકાલે કરમણની અટકાયત કરી તેને વડોદરાની જેલમાં અને ધના આલાભાઈને સુરતની જેલમાં મોકલી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial