Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રીંઝપરમાંથી ત્રણ શખ્સ જુગટુ રમતા ઝબ્બેઃ એક ફરારઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરના દિગ્વિજય પ્લોટમાં ગંજીપાના કૂટતા ચાર શખ્સ ઝડપાયા છે. મોરકંડામાંથી સાત પત્તાપ્રેમી પોલીસની ગિરફતમાં આવ્યા હતા. જ્યારે લાલપુરના રીંઝપરમાંથી ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા અને ચોથો નાસી ગયો હતો. ત્રણેય સ્થળેથી રૃા.૬૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૪માં વિશ્રામવાડી પાસે ગઈકાલે રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી કરણ વસંતભાઈ ગોરી ઉર્ફે બાડો, મહેશ જેઠાભાઈ મંગે, દીપક દામજીભાઈ ગોરી અને ભવ્ય મહેશભાઈ ગોરી નામના ચાર શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા. ૧૦,૨૬૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના મોરકંડામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા વિઠ્ઠલભાઈ ખીમજીભાઈ નકુમ, વિજય રમેશભાઈ વિરમગામા, રાહુલ કિશોરભાઈ માંડવીયા, સંજય જગદીશભાઈ સરવૈયા, અજય દાનાભાઈ મકવાણા, સુનિલ વિજયભાઈ ડાભી, અજય રમેશભાઈ વિરમગામા નામના સાત શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૦,૯૬૦ રોકડા, પાંચ મોબાઈલ મળી કુલ રૃા.૩૫,૯૬૦નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે.
લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં ગૌશાળા પાસે ગઈકાલે બપોરે તીનપત્તી રમતા પ્રદ્યુમનસિંહ સીદુભા જાડેજા ઉર્ફે પ્રભાતસિંહ, ભૂપતભાઈ હરદાસભાઈ વસરા, ભીખાભાઈ અરશીભાઈ વસરા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. બાબુભાઈ વસરા નામનો શખ્સ પોલીસને જોઈને નાસી ગયો હતો. પટમાંથી રૃા.૧૭,૦૩૦ રોકડા કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial