Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ૩૧૧ ટીમોએ કરેલા સર્વેના રિપોર્ટના આધારે
ગાંધીનગર તા. ૧પઃ ગુજરાતના બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૃા. ર૪૦ કરોડની રાહત-સહાય પેકેજ જોહર કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયત પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુનઃ બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૃપિયા ર૪૦ કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે.
આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતુંકે, રાજ્યમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા 'બિપોરજોય' વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુક્સાન થયેલ છે જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અસર થઈ છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ૧ લાખ ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઈ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે. તેમણે ઉમેર્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત આ જિલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓના ખેડૂતોને મદદરૃપ થવા અંદાજિત રૃા. ર૪૦ કરોડની માતબર રકમનું વાવાઝોડુ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી દ્વારા ખાસ સહાનુભૂતિ અને ઉદારતા રાખી આ પેકેજમાં સૌ પ્રથમ વખત સહાયના ધોરણોમાં ધરખમ વધારો કરવાનો ખેડૂતહિતલક્ષી નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, બાગાયતી પાકો-ફળઝાડ પડી જવાથી નુક્સાનીમાં સહાયરૃપ થવા માટે સૌ પ્રથમ વખત રાજ્ય સરકારે ઉદાર નીતિ દાખવી બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૧૦ ટકા કે તેથી વધુ અને ૩૩ ટકા સુધીના ઝાડ ઉખડી જવાના, પડી જઈ, ભાંગી જઈ નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં પણ રાજ્ય ભંડોળમાંથી રૃા. રપ,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જઈ, ભાંગી થઈ નાશ પામેલ હોય તે કિસ્સામાં એસડીઆરએફના નોર્મ્સ મુજબ પ્રતિહેક્ટર મળવા પાત્ર રૃા. રર,પ૦૦ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિહેક્ટર રૃા. ૧,૦ર,પ૦૦ ગણતરીમાં લઈ કુલ રૃા. ૧,રપ,૦૦૦ પ્રતિહેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ર હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરેલ છે. સહાયની રકમમાં એસડીઆરએફ ઉપરાંતનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ વધારો છે. આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં.-૮/અ મુજબ) મહત્તમ ર હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
રાઘવજીભાઈએ કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુક્સાની સર્વેમાં ૩૩ ટકા કે તેથી વધુ નુક્સાન માલુમ પડેલ હોય તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં ૧૦ ટકા કે તેથી વધુ નુક્સાન તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેમનો ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડૂત ખાતેદારોને આ પેકેજનો લાભ લેવા માટે નિયમ નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે. તાલુકા કક્ષાએ ગામવાઈઝ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી (ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી (ખેતી) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial