Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટાભાગે ભૂમધ્ય સાગરિય વિસ્તારો-ઉત્તરીય આફ્રિકામાં જોવા મળે છે
અમદાવાદ તા. ૧પઃ ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા કચ્છના ખડિર બેટમાં હેલોફાઈટના છોડની શોધ કરી છે, જે દેશમાં સૌ પ્રથમ મનાય છે. આ સંશોધનને સાલસોલા ઓપોઝિટિફોલિયા હેલોફાઈટીક ડિસ્કવરી તરીકે ઓળખવામાં આવ્યું છે.
આ પ્રકારના એક અંગ્રેજી અખબારના અહેવાલોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ પ્રકારના છોડ ખારાશના પ્રવેશને અટકાવવાની ક્ષમતા ધરાવતા હોવાનું કહેવાય છે. રણની જમીનને બાંધી શકતા આ છોડનો ઉપયોગ સામાન્ય રીતે સોડાએશના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. આ છોડ ફાર્માકોલોજિનલ ગુણધર્મો ધરાવતા હોવાનું પણ મનાય છે.
ઉક્ત ફાઉન્ડેશનના ડાયરેક્ટર આર.કે. સુગરે આ પ્રજાતિ વિષે પ્રકાશિત કરેલા સંશોધન પેપરને ટાંકીને એવું જણાવાયું છે કે, આ વનસ્પતિની આ પ્રજાતિ મોટાભાગે ઉત્તરીય આફ્રિકાના પ્રદેશોમાં જોવા મળે છે. તે ઉપરાંત ઈટાલી, સ્પેન, પેલેસ્ટાઈન અને પશ્ચિમ સહારાના પ્રદેશોમાં પણ આ પ્રજાતિ જોવા મળે છે.
જો કે, સાલસોલા ઓપોઝિટિફોલિયા તરીકે ઓળખાતા સંશોધનો ભારતમાં સૌપ્રથમ વખત થઈ રહ્યાં છે, અને દેશમાં આ સૌપ્રથમ શોધ છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. કચ્છના રણપ્રદેશો, ડુંગરાવ અને કાદવ-કીચડવાળા વિસ્તારોમાં આ પ્રકારની વનસ્પતિની શોધ મહત્ત્વપૂર્ણ દિશાનું કદમ ગણાય છે.
આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ થ્રેટેન્ડ ટેકસામાં આ સંશોધનપત્રો પ્રકાશિત થયા હતાં, તેનો અને કચ્છના રણની બૃહદ વનસ્પિતિ તથા પ્રાણીસૃષ્ટિનો અભ્યાસ કરતી ટીમનો ઉલ્લેખ આ અહેવાલોમાં કરાયો છે.
આર.કે. સુગરે જણાવ્યું હતું કે, સાલસોલા ઓપોઝિટી ફોલિયા ખારાશ ઉપરાંત રેતીના તોફાનોને અટકાવી શકે છે. તેઓ હવે સાલસોલાના આર્થિક મહત્ત્વનો અભ્યાસ કરી રહ્યાં છે, અને તેના પરિણામોના આધારે સ્ટડીકેસ તૈયાર કરાશે અને તે પછી કોઈ યોજના પણ તૈયાર થઈ શકે છે.
સાડિયમ કાર્બોનેટ બનાવવા સોડાએશના સ્ત્રોત તરીકે સાલસોલા પ્રજાતિઓનો ઉપયોગ અને લાઈ તથા સાબુ બનાવવા માટેના રો-મટિરિયલના ઉલ્લેખ સાથે આ વનસ્પતિના મેડિસિન્સ ક્ષેત્રે ઉપયોગની સંભાવનાઓની ચર્ચા પણ થઈ રહી છે. સુગેરે જણાવ્યું કે, સાલસોલા પ્રજાતિઓ પરંપરાગત રીતે એન્ટી-હાઈપટેન્સીવ, જલન વિરોધી અને ઈમ્યુનોસ્ટીમ્યુલન્ટ તરીકે વપરાતી રહી છે.
નાના-નાના છોડ જેવી આ વનસ્પિતિ શુષ્ક, અર્ધશુષ્ક અને સમશિતોષ્ણ પ્રદેશોમાં જોવા મળતી હોય છે. લેટિન શબ્દ સાલસસનો અર્થ 'ખારાશ' થાય છે અને તેના પરથી સાલસોલા નામ પડ્યું છે. વિશ્વમાં આ પ્રકારના જીન્સની દોઢસો જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. ઘણાં સ્થળે આ વનસ્પતિને ઘાસચારો પણ માનવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધીમાં એસ,કાલી, એસ. બેરીઓફમા, એસ. ગ્લેમોરાટા, એસ. મોનોપ્ટેરા, એસ. હાર્ટયની એમ પાંચ પ્રજાતિ પ્રકાશમાં આવી છે, જે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ સહિતના રાજયોમાં જોવા મળી છે. જો કે, સાલસોલા ઓપોઝિટિ ફોલિયાની આ શોધ દેશમાં સૌપ્રથમ નોંધાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial