Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગટરો છલકાવા મુદ્દે રજુઆત
જામનગર તા. ૧૫ઃ જામનગરના હાપામાં યોગેશ્વરધામ સોસાયટીમાં ગટર છલકાવાની કાયમી સમસ્યાથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા સમયાંતરે સફાઈ થાય એ પછી ફરીથી સ્થિતિ હતી એ ની એ જ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે હાલ ચોમાસામાં ઋતુજન્ય રોગચાળા વકરવાની સાથે આ વિસ્તારમાં ગટરો છલકાતા યોગેશ્વરધામ શેરી નં. પ તથા આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનું જોખમ ઉભું થયું છે. જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા તાકીદે સફાઈ તથા દવા છંટકાવની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial