Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના શંકરાચાર્યનું ચાતુર્માસ્ય અનુષ્ઠાનઃ
દ્વારકા તા. ૧પઃ આષાઢ કૃષ્ણ દ્વાદશી શ્રી શારદાપીઠ દ્વારકામાં ચાલી રહેલ ચાતુર્માસ્ય વ્રત અનુષ્ઠાનના સાયં સત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદજીએ જણાવ્યું હતું કે ગૌવંશની હત્યા અથવા કોઈપણ પ્રકારની પ્રતાડના ભારતભરમાં પ્રતિબંધિત હોવી જોઈએ. કઠોરથી કઠોરતમ કાનૂન લાવી સાથે જુના કાયદાઓમાં સુધારો કરી સરકારે આ દિશામાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. ગૌવંશ દુઃખી હશે ત્યાર સુધી દેશ સુખી નહીં થઈ શકે. કલ્યાણના ઈચ્છુક મનુષ્યએ સંસારના ચિંતનથી મન હટાવી પ્રભુના ચિંતનમાં મન લગાવવું જોઈએ. કેટલાક મનુષ્યો ખોટો તર્ક કરતા હોય છે કે પાપ કર્મ પણ પરમાત્માની મરજીથી કરીએ છીએ અમને પ્રેરણા પરાત્મા જ આપે છે, પણ એ ભૂલી જતા હોય છે કે બુદ્ધિ એમને વિવેકથી નિર્ણય કરવા માટે પરમાત્માએ આપેલ છે. 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના સાથે મનુષ્યએ જીવન જીવવં જોઈએ. સાંજના સત્રની આ સંગોષ્ઠીમાં સ્વામીજીએ યુધિષ્ઠિર યક્ષ સંવાદ પણ ખૂબ જ સરળ ભાષામાં વર્ણન કરી સમજાવ્યો હતો. ચતુર્માસ અનુષ્ઠાન અંતર્ગત દરરોજ પ્રાતઃ બ્રહ્મસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવે છે, તે દરમિયાન ગઈકાલે આ શબ્દામૃત સંભળાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial